સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ શૈક્ષણિક સત્રમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ(જીસીએએસ) મારફત આર્ટસ કોમર્સ સાયન્સ શિક્ષણ અને કાયદા વિધા શાખાઓના ગ્રેયુએશન અને પોસ્ટ ગ્રેયુએશન અભ્યાસક્રમોમાં એડમિશન આપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. નવું શૈક્ષણિક સત્ર શ થયા પછી અત્યારે પ્રથમ ટર્મ પૂરી થઈ ગઈ છે અને આમ છતાં હજુ ઓફલાઈન એડમિશન મેળવનાર વિધાર્થીઓના એનરોલમેન્ટની કામગીરી પૂરી થઈ નથી.
૨૦૨૫– ૨૬ ના નવા શૈક્ષણિક સત્રમાં આ પ્રકારના લોચા ન થાય તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ પોર્ટલ વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તે માટેના સૂચનો માંગવામાં આવ્યા છે. લોકો અને તેમાં પણ ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલાઓ પોતાના સૂચનો તારીખ ૨૩ નવેમ્બર સુધીમાં સરકારની શિક્ષણ વિભાગની લીંક પર જઈને અથવા તો કયુઆર કોડ સ્કેન કરીને સુચનો આપી શકશે.
ચાલુ વર્ષે પોર્ટલના માધ્યમથી આર્ટસ કોમર્સ સાયન્સ શિક્ષણ અને કાયદા વિધા શાખાની સરકારી બિન સરકારી અનુદાનિત ઓટોનમસ અને સવનિર્ભર કોલેજો તથા યુનિવર્સિટી ભવનોમાં સ્નાતક અનુસ્નાતક અને પીએચડી કક્ષાના અભ્યાસક્રમોમાં આ સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
સરકારે સૌપ્રથમ પોર્ટલ મારફત જ પ્રવેશ આપવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરીને કોલેજોને અને યુનિવર્સિટીઓને પોતાની રીતે ઓફલાઈન એડમિશન આપવા માટે છૂટ આપી હતી. ઓફલાઈન એડમિશનનું હજુ સુધી રજીસ્ટ્રેશન થયું ન હતું અને તેના કારણે ગયા સાહે ત્રણ દિવસ માટે પોર્ટલ ફરી ખોલવાની ફરજ પડી હતી. ઉચ્ચ શિક્ષણમાં એક ટર્મ પૂરી થઈ ગઈ છે અને બીજી ટર્મ ચાલુ થઈ ગઈ છે. આમ છતાં ઓફલાઈન એડમિશન મેળવનાર વિધાર્થીઓના પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને એનરોલમેન્ટની કામગીરી હજુ ચાલુ જ છે અને તેના કારણે ઉચ્ચ શિક્ષણમાં અંધાધુંધી જેવી સ્થિતિ પ્રવર્તે છે.
શિક્ષણ જગત સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ સરકારે યારે ચાલુ શૈક્ષણિક સત્રમાં પોર્ટલ મારફત એડમિશનની સિસ્ટમ દાખલ કરી તે પહેલા આવા સૂચનો માંગવાની જર હતી અને સમગ્ર રાયમાં એક સાથે આ સિસ્ટમ લાગુ પાડવાના બદલે પાયલોટ પ્રોજેકટ તરીકે અમુક યુનિવર્સિટીઓમાં જ તે લાગુ પાડવાની જર હતી. આવી યુનિવર્સિટીમાં નવી સિસ્ટમથી પ્રવેશ આપવાની પ્રક્રિયામાં જે કોઈ સમસ્યા ઊભી થાય તે ટ્રાયલ એન્ડ એરર સિસ્ટમથી દૂર કરીને નવા સત્રથી સમગ્ર રાયમાં લાગુ કરવાની જર હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech