બેટ-દ્વારકા સુદર્શન સેતુ બનવાથી યાત્રાધામ બેટ-દ્વારકા બન્યું ટ્યુરિસ્ટ ધામ

  • November 06, 2024 10:17 AM 

સુદર્શન સેતુની પ્રથમ દિવાળીએ માનવ મહેરામણ ઉમટી પડયો: વાહનોની કતારો અને ભક્તોની ભીડને બેટ-દ્વારકાની પ્રજાએ જોયો જનશૈલાબ


વિશ્વભરમાં ઉજવાતા પ્રકાશ ના પર્વ દીપાવલી નો તહેવાર જન જન આનંદ અને ઉલ્લાસ સાથે મનાવી ધર્મસ્થાનો પર નવા વર્ષ કે રાજા વીર વિક્રમાદિત્ય ના સમય થી ચાલુ થયેલ વિક્રમ સવંત 2081 ના આગમન ને આવકારવા જે તે ધર્મસ્થાનો ટ્યુરિસ્ટ પોઇન્ટ પર કુટુંબ કબીલાં સાથે મનાવે છે.


ત્યારે દેશના ચાર યાત્રાધામ અને સપ્તપુરી પૈકી ના એક  સ્થાન મનાતા દ્વારકા કે જે ભગવાન શ્રી કૃષ્ણ ની રાજધાની હોય દ્વારકા યાત્રિકો માટે નું આકર્ષણ નું કેન્દ્ર હોય દેશ-વિદેશ ના યાત્રિકો અહીં તહેવારોં માં મોટી સંખ્યા માં આવે છે.


પરંતુ આજ ભગવાન શ્રી કૃષ્ણ ના રહેણાક સ્થાન ગણાતા 30 કીમી દૂર બાજુમાં આવેલા અને કુદરતી સંરચના ને કારણે સમુદ્ર ના ચારે તરફ પાણી વચ્ચે આવેલા ટાપૂ પર આવેલા શ્રી દ્વારકાધીશ ના દર્શને જવા માટે યાત્રિકોને ફરજીયાત ઓખા થી ખાનગી બોટ ચાલકો ની ફેરી બોટ સર્વિસીસ  ની બોટો માં જીવ ના જોખમે સલામતિ ને બાજુ પર રાખી બોટ ચાલકો ની લૂંટ,દાદાગીરી સાથે હેરાન પરેશાન થઈ જવાનો એક માત્ર વિકલ્પ હોય દ્વારકા આવતાં યાત્રિકો પૈકી ના અડધા યાત્રિકો જ આ ભગવાન શ્રી કૃષ્ણ ના રહેણાક નગરી પર આવતાં હતા.


ત્યારે છ માસ પહેલાં જ આ બેટ દ્વારકા ને રાહ રસ્તે જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આશરે એક હજાર કરોડ રૂપિયા ના ખર્ચે બનાવાયેલ સુદર્શન સેતુ બ્રીજ ના કારણે આ વર્ષે દીપાવલી ની રજાઓ માં દ્વારકા આવતા દરેક યાત્રિકો નો ધસારો છેલ્લા પાંચ દિવસ થી અહીં અવિરત ચાલુ હોય અહીં ની પ્રજા ને સૌ પ્રથમ વખત પોતાની નગરી માં વાહનો ની કતારો અને યાત્રિકો નો બહોળો ધસારો જોવા મળ્યો હોય પોતાની નગરી કે જે સુવિધા ના અભાવે કેવી હતી અને આજ કેવી બની છે, તેનો અહેસાસ થઈ રહ્યો છે.


બીજી બાજુ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવેલા શિવરાજપુર ના સમુદ્ર કિનારે  કેન્દ્ર સરકાર દ્વારા દેશ ના પ્રથમ બ્લુ ફ્લેગ બીચ ને વિકસાવવા માં આવતાં ત્યાં આવતા ટ્યુરિસ્ટ પણ બેટ દ્વારકા ને રાહ રસ્તે જોડતા દેશ ના પ્રથમ ઓન ધ સી કેબલ બ્રીજ કે જે સમુદ્ર ની કુદરતી રચના ને પોતાની યાદી માટે કેમેરા માં કેદ કરવાનું સેલ્ફી પોઇન્ટ પણ બ્રીજ સાથે જોડાયેલ હોય યાત્રિકો સાથે ટ્યુરિસ્ટ પણ બેટ દ્વારકા આવતાં હોય ભગવાન શ્રી કૃષ્ણ નું રહેઠાણ પણ યાત્રાધામ ના સ્થાને ટ્યુરિસ્ટ ધામ બન્યા નું ગ્રામજનો આનંદિત થઈ સ્વીકારી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News