ફકત અડધો ઈંચ વરસાદમાં રાજકોટની આવી હાલત

  • October 16, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટમાં ગત રાત્રે આઠ વાગ્યા આજુબાજુ એક જોરદાર ઝાપટું વરસ્યું અને લગભગ ૧૫ મિનિટમાં ૧૨ મીમી (અડધો ઈંચ) પાણી વરસી ગયું. આ ઝાપટું વરસ્યા બાદ ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર રૈયા ટેલિફોન એકસચેન્જ ચોકમાં ચોમેર પાણી ભરાયા હતા અને જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.આવી સ્થિતિને કારણે લગભગ એકાદ કલાક સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને અહીં અનેક ટુ વ્હીલર્સ સાયલેન્સરમાં પાણી ઘુસી જવાને કારણે બધં પડી ગયા હતા. ઉપરોકત તસ્વીરમાં રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૦ની વચ્ચે આવેલો રૈયા ટેલિફોન એકસચેન્જ ચોક દ્રશ્યમાન થાય છે. રાજકોટમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા જ નથી છતાં રાજકોટને સ્માર્ટ સિટી કહેવાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application