સોમનાથ બીચ સ્પોર્ટસ ફેસ્ટીવલનો રાણાકંડોરણાના વિદ્યાર્થીઓએ લીધો લાભ

  • March 19, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સોમનાથ બીચ સ્પોર્ટસ ફેસ્ટીવલ-૨૦૨૫ ઉદઘાટન સમારંભમાં ઇનસ્કુલ  રાણાકંડોરણા શાળાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત રાજ્યમાં અંદાજીત ૧૬૦૦ કિ.મી.નો દરિયાઈ વિસ્તાર છે. આ દરિયાઈ વિસ્તાર થકી બીચ સ્પોર્ટ્સ દ્વારા રમતને અનુકુળ વાતાવરણ મળતા ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ થાય અને આ પ્રતિભાશાળી ખેલાડીઓ ગુજરાત રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા આશયથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ ૨૦૨૫ નું આયોજન તા.૨૧.૩.૨૦૨૫ સુધી કરવામાં આવેલ છે. જે અન્વયે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ ૨૦૨૫ નું ઉદઘાટન સમારંભ સોમનાથ બીચ પર રાખેલ હતું. જેને  નિહાળવા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના આદેશ અનુસાર પોરબંદર જિલ્લામાંથી ઇનસ્કુલ રાણાકંડોરણા શાળાના ખેલાડીઓ તથા ઇનસ્કુલ સાથે સંલગ્ન પુંજાપરા પ્રાથમિક શાળા રાણાકંડોરણાના શાળાના ખેલાડીઓ એમ કુલ ૫૦ જેટલા ખેલાડીઓને ૧ સરકારી બસના માધ્યમથી લઇ જવામાં આવ્યા હતા.પ્રાથમિક શાળાના બાળકોને પણ બીચ સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગે અને ભવિષ્યમાં ભાગ લેવા પ્રેરણા મળશે તે માટે રાણાકંડોરણા શાળા પરિવાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો આભાર પ્રગટ કરે છે,જેના થકી ગામડાના બાળકોને આવી સરસ મજાની ઉદઘાટન ઇવેન્ટમાં  ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application