ડમ્પરે એકિટવાને ઉલાળતા ધો.૧૨ની વિધાર્થિનીનું મોત: નાની બહેનને ઇજા

  • December 27, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં બેફામ અને બેફિકરાઈ પૂર્વક ભારે વાહનો હંકારી માનવજિંદગીને જાણે મોતને ઘાટ ઉતારવામાં આવી રહી હોય તેમ જીવલેણ અકસ્માતોને જોતા લાગી રહ્યું છે. જુના યાર્ડ, ગોંડલ રોડ, કુવાડવા રોડ, આજીડેમ ચોકડી, કાલાવડ રોડ પર અવાર નવાર જીવલેણ અકસ્માતની ઘટનાથી આ રોડ અકસ્માત ઝોન બની ગયા હોઈ તેમ લાગી રહ્યું છે, ત્યારે જુના યાર્ડ પાસે વધુ એક જીવલેણ અકસ્માતમાં ધો.૧૨ની વિધાર્થીનીનું કમકમાટીભયુ મોત નીપયું છે. પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે એકિટવાને બે બહેનોને અડફેટે લેતા બંને ફંગોળાઈ હતી જેમાં મોટી બહેન ઉપર ડમ્પરનું વ્હિલ ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે નાની બહેનને ઇજા થઇ હતી. બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી.
પ્રા વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક શ્રી રામ પાર્ક–૩માં રહેતી અનુપ્રિયાંશી પૂરવેન્દ્રકુમાર સિંઘ (ઉ.વ.૧૭) અને તેની બહેન શકિતસુપ્રિયા (ઉ.વ.૧૪) બંને સાંજે જુના યાર્ડ પાસે આવેલી મઝહર સ્કૂલેથી છૂટીને ઘરે સ્કૂટર પર ઘરે જતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવેલા જીજે ૦૧ સીવાય ૪૨૯૨ નંબરના ડમ્પરે સ્કૂટરને ટક્કર મારતા બંને બહેનો ફંગોળાઈ પડી હતી જેમાં ડમ્પરનું તોતિંગ વ્હિલ અનુપ્રિયાશીના કમરના ભાગે ફરી વળતા ચકદાય જવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભયુ મોત નીપયું હતું. જયારે નાનીબહેન શકિતપ્રિયાને ઇજા થઇ હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા ડમ્પર ચાલક ભાગવા જતા પકડી લઇ રોષે ભરાયેલા લોકોએ ધોલધપાટ કરી પોલીસ આવી જતા તેને સોંપ્યો હતો. મૃતક અનુપ્રિયાંશી બે બહેન એક ભાઇમાં મોટી હતી અને ધો.૧૨માં અભ્યાસ કરતી હતી. મૂળ બિહારના વતની પરિવારે આશાસ્પદ પુત્રી ગુમાવી દેતા શોકમાં ગરકાવ થયો છે. આજીડેમ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

મોટાભાગના ડમ્પર નંબર પ્લેટ વગરના
શહેરમાંથી બંબાટ ઝડપે પસાર થતા ડમ્પરોથી અકસ્માતના કારણે અનેક નિર્દેાષ વ્યકિતઓએ જિંદગી ગુમાવી છે. કુવાડવા, આજીડેમ, ગોંડલ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી રેતી સહિતના ખનીજ ભરીને બિન્દાસ્ત પણે નીકળતા મોટાભાગના ડમ્પરના નંબર પ્લેટ જોવા મળતી નથી, અને આવા ડમ્પરો જીવલેણ અકસ્માત સર્જી નાસી જતા નંબરના અભાવે ઓળખ કરવી પણ મુશ્કેલ બને છે. હાલમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્રારા રોડ પર ડ્રાઈવ યોજી નંબર પ્લેટ, જરી ડોકયુમેન્ટ ન હોવા સહિતના ટ્રાફિક નિયમ ભગં કરતા ગુનામાં ડિટેઇન સહિતની દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસ અને આરટીઓની મીઠી નજર હેઠળ ચાલતા બેફામ ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં જાણે શરમ નડી રહી હોઈ તેમ લાગી રહયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application