શેરબજારમાં તેજી: ૭૨૦૦૦ને પાર

  • January 05, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાલુ વર્ષની શઆતથી જ શેરબજારમાં જોવા મળી રહેલો ડાઉનવર્ડ ટ્રેન્ડ અટકતો જણાય છે. ગુવારે ધંધામાં પાછી ફરેલી હરિયાળી આજે સાહના છેલ્લા દિવસે પણ ચાલુ છે. શુક્રવારના ટ્રેડિંગમાં બંને મુખ્ય સૂચકાંકો સેન્સેકસ અને નિટીએ મજબૂત શઆત કરી છે.સેન્સેકસ અને નિટીએ આજે લગભગ ૦.૪૦ ટકાના વધારા સાથે ટ્રેડિંગ શ કયુ. બજાર ખુલતાની સાથે જ સેન્સેકસ ફરી એકવાર ૭૨ હજારના આંકને પાર કરી ગયો. સવારે ૧૦ વાગ્યે સેન્સેકસ ૩૦૦ પોઈન્ટના વધારા સાથે ૭૨,૧૫૦ પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. નિટી ૫૦ ઈન્ડેકસ લગભગ ૮૦ પોઈન્ટના વધારા સાથે ૨૧,૭૩૫ પોઈન્ટને પાર કરી ગયો હતો.

પ્રી–ઓપન સેશનમાં સ્થાનિક બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેકસ લગભગ ૧૭૦ પોઈન્ટના વધારા સાથે ૭૨ હજાર પોઈન્ટને પાર કરી ગયો હતો. યારે નિટી ૫૦ પ્રી–ઓપન ટ્રેડમાં લગભગ ૫૦ પોઈન્ટ મજબૂત હતો અને ૨૧,૭૦૦ પોઈન્ટને પાર કરી ગયો હતો. સવારે ગિટ સિટીમાં નિટી યુચર લગભગ લેટ હતું.
આ પહેલા ગુવારે બજારમાં તેજી પાછી આવી હતી. ગુવારના ટ્રેડિંગના અંતે સેન્સેકસ ૪૯૦.૯૭ પોઈન્ટ મજબૂત થઈને ૭૧,૮૪૭.૫૭ પર હતો.
નિટી ૫૦ પણ ૧૪૧.૨૫ પોઈન્ટ અથવા ૦.૬૬ ટકા વધીને ૨૧,૬૫૮.૬૦ પોઈન્ટ પર બધં થયો હતો. તે પહેલા નવા વર્ષમાં બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. આ વર્ષના પ્રથમ સાહમાં બજાર અત્યાર સુધી લગભગ સ્થિર છે.

આ વર્ષની શઆતથી વૈશ્વિક બજાર પર દેખાતું દબાણ હજુ પણ યથાવત છે. ગુવારે પણ અમેરિકન બજારો ખોટમાં હતા. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ લગભગ સ્થિર રહી અને ૩૭,૪૪૦ પોઈન્ટ પર બધં થઈ. યારે ટેક ફોકસ્ડ ઈન્ડેકસ નાસ્ડેક કમ્પોઝીટ ઈન્ડેકસ ૦.૫૬ ટકા અને એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૪ ટકા ઘટો હતો. આજે એશિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.

જાપાનનો નિક્કી ૦.૪૬ ટકા ઉપર છે, યારે હોંગકોંગનો હેંગસેંગ લાલ નિશાનમાં છે.

શઆતી સેશનમાં મોટા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. સવારે સેન્સેકસના ૫ શેર સિવાય બાકીના તમામ શેર ગ્રીન ઝોનમાં હતા. એનટીપીસીએ સૌથી વધુ લગભગ અઢી ટકાનો વધારો કર્યેા હતો. વિપ્રો, એસબીઆઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેર લગભગ ૧% જેટલા વધ્યા હતા. બીજી તરફ નેસ્લે ઈન્ડિયા દોઢ ટકા તૂટો હતો. સન ફાર્માના શેર પણ એક ટકાથી વધુ તૂટયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application