વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિ વચ્ચે શેરબજાર ૮૦૯ પોઈન્ટ ગગડ્યું

  • May 20, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિ વચ્ચે આજે શેરબજાર બપોર બાદ ગગડ્યું હતું. સવારે ફ્લેટ ખૂલ્યા બાદ બપોરે સેન્સેક્સમાં ૮૦૯ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો અને તે 81,૨૫૦ના સ્તરે ટ્રેડ થયો જ્યારે નિફ્ટી પણ ૨૪૯ પોઈન્ટના ઘટાડા સાથે 24,696ના સ્તરે ટ્રેડ થયો હતો. રોકાણકારોને અંદાજે 3 લાખ કરોડનું નુકસાન થયું છે.

સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ બપોરે 674 પોઈન્ટ તૂટ્યો હતો. 1.36 વાગ્યે 661.67 પોઈન્ટના કડાકે 81397.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેર 3.40 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થયા હતા. માત્ર ટાટા સ્ટીલ 1.21 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 0.18 ટકા અને ઈન્ફોસિસ 0.16 ટકાના નજીવા સુધારે ટ્રેડેડ હતા.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં એનર્જી 0.07 ટકા, આઈટી 0.03 ટકા અને મેટલ 0.48 ટકા સુધારા સિવાય તમામમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ટેલિકોમ અને ઓટો શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેના પગલે ટેલિકોમ્યુનિકેશન 1.01 ટકા, ઓટો ઈન્ડેક્સ 1.53 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિ વધી છે. ફેડ રિઝર્વે આ વર્ષે એક જ વાર વ્યાજના દરો ઘટાડવાનો સંકેત આપ્યો છે. જેના પગલે અમેરિકન, યુરોપિયન અને એશિયન શેરબજારમાં કડાકો નોંધાયો હતો.રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના સોવરિન ડેટનો આઉટલુક ઘટાડ્યો છે. તેમજ તેના પર દેવાનો બોજો વધવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. જેના લીધે ગ્લોબલ સેન્ટિમેન્ટ ખરડાયા છે.

ફેડ રિઝર્વના સંકેત વચ્ચે ગઈકાલે વિદેશી રોકાણકારોએ રૂ. 525.95 કરોડની વેચવાલી નોંધાવી હતી. માર્કેટ ટેક્નિકલી કોન્સોલિડેશન તબક્કામાંથી પસાર થઈ રહ્યુ હોવાથી પ્રોફિટ બુકિંગ વધ્યું હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વેપાર મંત્રણા માટે અમેરિકાની ચાર દિવસીય મુલાકાત લીધી હતી. જે આજે પૂર્ણ થઈ હોવા છતાં બંને પક્ષ તરફથી કોઈ મહત્ત્વના નિર્ણયની જાહેરાત થઈ નથી. અમેરિકાના ટેરિફ સામે હાલ કોઈ ઉકેલ જોવા મળ્યો નથી.

અમેરિકામાં ફુગાવાની ભીતિ વચ્ચે વ્યાજના દરોમાં કોઈ મોટો ઘટાડો ન થવાની સંભાવનાઓ સામે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. જેના લીધે આજે રૂપિયો 13 પૈસા તૂટી 85.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં પણ સુધારો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application