આજે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેકસ ૧૨૮૧ પોઈન્ટ ગગડો અને ૭૬,૧૮૯ના સ્તર પર ટ્રેડ થયો હતો. જયારે નિટી ઇન્ડેકસ ૩૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨,૯૮૬ના સ્તર પર ટ્રેડ થઇ રહ્યો હતો. શેરબજારમાં ભારે ઘટાડાને કારણે ખાનગી બેંકો અને ઓટોમોબાઈલ ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોના શેરમાં નબળાઈ જોવા મળી રહી છે. બપોરે, સેન્સેકસના તમામ ૩૦ શેરોમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો. આ ઘટાડાના કારણે રોકાણકારોના ૧૧ લાખ કરોડ ડૂબ્યા હતા.
બજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારો દ્રારા કરવામાં આવતું વેચાણ છે. અમેરિકન બજારોમાં અનિશ્ચિતતાને કારણે, વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા છે. અમેરિકા દ્રારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા આયાત ડુટી લાદવામાં આવતા ટ્રેડ વોરનો ભય વધી ગયો છે. તેની અસર સીધી શેરબજારમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, અમેરિકન ડોલરની મજબૂતાઈને કારણે પિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો.
પાવર ગ્રીડ, ઝોમેટો, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વના શેર શઆતમાં ઘટા હતા. સેન્સેકસના ૩૦ શેરોમાંથી, ઝોમેટોના શેરમાં સૌથી મોટો ૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો. એઓન મોટર્સના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા નબળા આવ્યા બાદ શેર લગભગ ૭ ટકા ઘટા હતા. દરમિયાન, નાયકાના શેરમાં ૩ ટકાનો વધારો થયો કારણ કે કંપનીનો ચોખ્ખો નફો ૬૧ ટકા વધીને . ૨૬.૧૨ કરોડ થયો.
શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા વચ્ચે, નિટી ઓટો, મીડિયા, ફાર્મા, જાહેર ક્ષેત્રની બેંક, આરોગ્ય સંભાળ અને તેલ અને ગેસ ક્ષેત્રોમાં એક થી દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારના નિષ્ણાતો કહે છે કે લાર્જ–કેપ કંપનીઓએ નાની કંપનીઓ, મિડ–કેપ અને સ્મોલ–કેપ કરતાં વધુ સાં પ્રદર્શન કયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech