દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ અપાશે

  • May 04, 2023 11:14 AM 

આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે: પરિક્ષીત બનાવટો માટે તાલીમ અપાશે

દેવભુમિ દ્વારકા જિલ્લાના મહિલાઓ માટે ચાલુ વર્ષમાં સરકાર દ્વારા "મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના" જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં મહિલાઓને વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી પરિક્ષીત બનાવટો જેમ કે જામ, જેલી, શોશ, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબતો, સ્ક્વોશ, કોર્ડિયલ, સિરપ, સુકવણી, માર્માંલેડ, નેકટ૨, વિગેરે જેવી વાનગીઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલિમ આપવામાં આવશે. આ તાલિમનો સમયગાળો બે દિવસ માટે 14 કલાનો રહેશે અને પ્રતિ દિન રૂ. 250/- લેખે વૃતિકા (સ્ટાઇપેન્ડ) આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમા ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગનુ તાલીમી સર્ટીફીકેટ પણ એનાયત કરવામા આવશે.

જેનો લાભ લેવા માગતા મહિલા લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર તા. 31, મે સુધીમાં https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે આધારકાર્ડ, રેશન કાર્ડ અને બેંક બચત ખાતા-પાસબુકની નકલ રૂબરૂ કે ટપાલથી ખંભાળિયામાં ધરમપુર રોડ પર આવેલા જિલ્લા સેવા સદનમાં રૂમ નં. A/2/18, બીજા માળે નાયબ બાગાયત નિયામક કચેરીના સરનામે તાત્કાલીક મોકલી આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application