વેલેન્ટાઇન ડેના દિવસે ધો. ૯ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીરા પર ધો.૧૧ માં અભ્યાસ કરતા શખ્સે દુષ્કર્મ આચયુ હતું.આ સગીરા પર આ પૂર્વે તેના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની ચોંકાવાનારી વિગત સામે આવી છે. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરાની ફરિયાદ પરથી તેના સાવકા પિતા,માતા અને તેના અન્ય એક મિત્ર સહિત ત્રણ સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
૧૪ વર્ષની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતા આ બનાવ છુપાવનાર તેની માતા અને પિતાનો મિત્ર જેણે સગીરા પાસે બીભત્સ માંગણી કરી તેની સતામણી કરી હોય તેના વિધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે બીએનએસની કલમ ૬૪(એફ),(આઇ),૬૫(૧),૨૩૯,૩૫૧(૩),૭૫(૧),(૨),૫૪ તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૬ ફેબ્રુઆરીના તેની માતા બ્યુટીપાર્લરના કામે બહાર ગઇ હતી ત્યારે પોતે તથા તેના સાવકા પિતા ઘરમાં એકલા હતા. સાવકા પિતાએ નજર બગાડી હતી અને સગીરાને ધમકાવી તેના પર દુષ્કર્મ આચયુ હતું. પિતાની હેવાનિયતથી સગીરાને ઇજા પણ પહોંચી હતી. આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી પિતાએ ધમકી આપતા સગીરાએ કોઇને આ વાત જણાવી શકી ન હતી. સગીરાની માતા ઘરે આવી ત્યારે પણ તેણે આ અંગે કઇં કહ્યું નહોતું.
સગીરા પર તેના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની સાવકા પિતાના મિત્રને જાણ થતાં તેની પણ દાનત બગડી હતી અને તેણે થોડા દિવસ પહેલાં સગીરા પાસે બીભત્સ માંગ કરી હતી અને અડપલાં પણ કર્યા હતા. જોકે આ અંગે પણ સગીરાએ તેની જનેતાને જાણ કરી નહોતી. બાદમાં સગીરાની માતાને આ અંગે જાણ થતાં સગી જનેતાએ પુત્રીને ધમકી આપી હતી કે, તું મને શું આપીશ, આ તારો પિતા મને રોટલો અને આશરો આપે છે, તું મરી જા તો પણ મને ફર્ક પડતો નથી, તેણે તારી સાથે શરીરસંબધં બાંધ્યા તે અંગે કોઇને જાણ કરીશ તો તને મારી નાખીશ. તેવી ધમકી આપી હતી.
દરમિયાન સગીરા પર તા.૧૪ના દુષ્કર્મ થયું અને તે અંગે તે ફરિયાદ કરવા તેના માતા અને સાવકા પિતા સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચી હતી ત્યારે જ પોલીસે વિશ્વાસમાં લઇ પૃચ્છા કરી હતી. સગીરાએ તે સમયે જ તા.૬ના તેના પિતાએ તેના પર દુષ્કર્મ આચર્યાની અને તેના પિતાના મિત્રએ અડપલાં કર્યાની રાવ કરી હતી. સગીરાએ એ દિવસે એમપણ કહ્યું હતું કે, તેના કુટુંબમાં લ હોવાથી આ અંગે બે દિવસ બાદ ફરિયાદ કરવા આવશે, ત્યારબાદ ઘરે જતાં તેના માતા અને સાવકા પિતાએ સગીરાને ધમકાવી હતી.અંતે સગીરાએ આ મામલે તેના સાવકા પિતા અને માતા તથા પિતાના મિત્ર વિધ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી ત્રણેયને ઝડપી લીધા હતાં.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ એસ.આર.મેઘાણી ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech