રાજયભરના તમામ ફિશરીઝ ગાર્ડને નોકરીમાંથી છૂટા કરવા સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

  • August 31, 2024 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરસોમનાથ સહિત તમામ જિલ્લ ાઓમાં મત્સ્યઉધોગ વિભાગ દ્રારા નિમવામાં આવેલા કરાર આધારિત ફિશરીઝ ગાર્ડને છુટા કરવાના કરાયેલા હત્પકમ સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

આ અંગેની હકીકત મુજબ મત્સ્યઉધોગ વિભાગ દ્રારા જુનાગઢ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના તમામ સંબંધિત જિલ્લ ાઓમાં કરાર આધારીત નોકરી કરી રહેલા ફીશરીઝ ગાર્ડને એકાએક છુટા કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી.


આ નોટીસ મુજબ તમામ ફીશરીઝ ગાર્ડને ફરજીયાતપણે નોકરીમાંથી છુટા કરવા માટેનો હત્પકમ કરવામાં આવેલ હતો, જેથી નારાજ થયેલા તમામ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશન દાખલ કરી અને સદર નોટીસને રદ્દ કરવા બાબતે કોર્ટ સમક્ષ દાદ માંગેલ હતી.

તમામ પીટીશ્નરો વતી એડવોકેટ કેવલસિંહ રાઠોડ હાજર રહ્યા હતા, તેઓએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશ્નરોના તરફેણમાં મુદ્દાસરની રજુઆત અને દલીલો રજુ કરેલ.
જેમાં રાયભરના તમામ નિવૃત સૈનિકો કે જેઓ ફીશરીઝ ગાર્ડ તરીકે નોકરી કરી અને પોતાના પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, એમના પાસે બીજો કોઈ આવક નો ક્રોત નથી, એમના વિધ્ધ કોઈ જ ગેરરીતીની ફરીયાદ નથી, એમના કરારની સમય મર્યાદા હજુ બાકી છે, એમને નોકરીમાંથી છુટા કરવાથી રાષ્ટ્ર્રીય સુરક્ષા જોખમાઈ શકે છે, ખરેખર તો આ તમામ કર્મચારીઓ કાયમી નોકરી અને લઘુતમ વેતન મેળવવાના હકદાર છે, સહિતની તમામ લેખિત અને મૌખિક દલીલો હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ હતી.

જેના પગલે ગુજરાત હાઈકોર્ટના જજ અનિદ્ધ માયી દ્રારા રાયભરના તમામ ફીશરીઝ ગાર્ડને નોકરીમાંથી છુટા કરવાના હુકમ સામે સ્ટે આપી અને રાયભરના તમામ નિવૃત સૈનિકોના તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો, હવે પછીની આગામી સુનાવણી તા.૦૨–૦૯–૨૦૨૪ના રોજ રાખવામાં આવી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application