રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં શહેર પોલીસ ક્રાઈમ બ્રાંચની સીટ દ્રારા ચાલી રહેલી તપાસમાં હવે અગ્નિકાંડ નજરે જોનારા વ્યકિતઓના કોર્ટ સમક્ષ નિવેદન નોંધવા માટેની તજવીજ આરંભાઈ છે. તપાસમાં મજબુત દસ્તાવેજી પુરાવો બની રહે તે માટે ૧૬૪ મુજબ નિવેદન લેવામાં આવશે. આ નિવેદન કેસમાં એટલા માટે અગત્યનું બની રહે છે કે, પોલીસ સમક્ષ લેવાયેલું નિવેદન અદાલતી કાર્યવાહીમાં કયારેકય માન્ય રહે ન રહે નિવેદન આપનાર પણ કેસ સમયે ફરી શકે પરંતુ જયારે ૧૬૪ મુજબ કોર્ટ સમક્ષ નિવેદન લેવાય ત્યારે આ નિવેદનને ફરવાનો અવકાશ રહેતો નથી. આ નિવેદનો સાથે ગેમઝોનમાં અલગ અલગ કોન્ટ્રાકટ રાખનારા વ્યકિતઓની પણ ક્રાઈમ બ્રાંચે પુછતાછ આરંભી છે. જયારે આ ગુનામાં રીમાન્ડ પર રહેલા જમીન માલીકને ગઈકાલે અદાલતમાં રજુ કરાતા તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ટીઆરપી ગેમઝોનમાં અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચની સીટ દ્રારા આરોપીઓને પકડવાની, રીમાન્ડ મેળવવાની કાર્યવાહી કરાઈ હતી. હવે કેસ સંબંધી ઠોંસ દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરવા માટેનું અગત્યનું કામ હાથ પર લેવાયું છે. રાજકોટ પોલીસ દ્રારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે, અગ્નિકાંડની ઘટના નજરે જોનારા વ્યકિતઓ પોલીસ સમક્ષ આવીને નિવેદન આપી શકે છે. જે સંદર્ભે કેટલાક વ્યકિતઓ સામેથી ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કર્યેા છે અને નિવેદન માટેની તૈયારી બતાવી હતી. આ ઉપરાંત પોલીસ દ્રારા જે તે સમયે આ ઘટનાના વિડીયો વાયરલ થયા અને કઈ રીતે બચ્યા કે અન્યોને પણ બચાવ્યા. તેવા વર્ણન થયા હતા. પોલીસે આવા વ્યકિતઓનો પણ સંપર્ક સાધ્યો છે. જેમાં રાજકોટના દક્ષ, ગોંડલના ક્ષત્રીય યુવક સહિતના કેટલાકના પણ નિવેદન નોંધવાની કાર્યવાહી કરાઈ છે.
અગ્નિકાંડની આ દુર્ઘટના વિશે કેટલાક વ્યકિતએ કઈ રીતે શું બન્યું ? કોણ કયારે આવ્યું ? તે સહિતની બાબતો વર્ણવી છે. રાજકોટ પોલીસની સ્થાનીક તપાસનીશ એજન્સી સીટ દ્રારા અગ્નિકાંડ નજરે જોનારા કે આ બાબતે કશુક જાણનારા વ્યકિતઓના કોર્ટ સમક્ષ નિવેદનો લેવડાવવાનો પ્રારભં કર્યેા છે. સાથે સાથે અન્ય પુરાવા એકત્રીત કરવા માટે ગેમઝોનમાં એસી ફીટ કરનારા, સાઉન્ડ સિસ્ટમ અને લાઈટીંગ કોન્ટ્રાકટ કે ફીટીંગ કરનારા વ્યકિતઓની પણ પુછપરછ સાથે નિવેદનો લેવાઈ રહ્યા છે. મહત્તમપણે કામ અને કોન્ટ્રાકટ પ્રકાશ જૈન આપતો હતો તેવું જાણવા મળી રહ્યું છે.
અગ્નિકાંડના ગુનામાં જમીન માલીક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા ઉ.વ.૫૬ની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાંચે ૮ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા જેના રીમાન્ડ ગઈકાલે પુરા થતાં અદાલતમાં રજુ કરાતા તેને જેલ હવાલેનો હત્પકમ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech