જીએસટી કાંડમાં રાજયમાં સર્ચ ઓપરેશન ૫૦ કંપનીનું ગુજરાતમાં રજિસ્ટ્રેશન

  • October 08, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ભાવનગર સુરત અમદાવાદ સહિતની જગ્યાએ બોગસ કંપનીઓ ઊભી કરીને બસ મોટો જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા તેર જેટલા સખ્ક્ષો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સી છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે તપાસ ચલાવી રહી હતી તપાસના અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વિસ્તૃત જાણ કરીને કાર્યવાહી શ કરવામાં આવી છે દેશભરમાં ૧૮૬ કંપનીઓ બનાવી હતી જેમાંથી ૫૦ કંપનીઓનું રજીસ્ટ્રેશન ગુજરાતમાં હોવાનું બહાર આવ્યું છે.
જેમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ રાજકોટ અરહમ સ્ટીલ ભાવનગર ઓમ કન્સ્ટ્રકશન ભાવનગર કન્કેશ્વરી એન્ટરપ્રાઇઝ અમદાવાદ બાવળા હરેશ કન્સ્ટ્રકશન સુરત ડી.એ એન્ટરપ્રાઇઝ થી રાજકોટ બીજે ઓડેદરા જુનાગઢ આરએમદાસ ઇન્ફ્રાસ્ટ્રકચર જુનાગઢ આર્યન એસોસિયેટ વેરાવળ પૃથ્વી બિલ્ડર કોડીનાર પરેશ ડોડિયા શોરડી નું સમાવેશ કરવામાં આવ્યો છે.
બોગસ જીએસટી બિલ્ડીંગ મારફતે કરોડાના ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવાના કૌભાંડ માં સામેલ આશંકામાં મહેશ લાંગા સહિતના લોકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા પૂછપરછ શ કરવામાં આવી છે ગાંધીનગર આવેલ સેકટર સાત પોલીસ સ્ટેશનમાં જુલાઈ ૨૦૨૩ દરમિયાન નોંધાયેલા જમીન કોભાંડના ગુનેગાર અને પૂર્વ કલેકટર એસ કે લાંગા ની ધરપકડ ઘટના સાંપ્રત બને છે હાલની કાર્યવાહીના તાર કોઈ રીતે કૌભાંડમાં સંડોવાયેલા એસ.કે લાંગા સાથે જોડાયેલા છે કે નથી તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા શ કરવામાં આવી છે. જેણે ગુજરાત હાઇકોર્ટ સુધી જામીન મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કથિત જમીન કૌભાંડમાં આવેલા એસ કે લાંગા સામે એસીબી દ્રારા ૧૧.૬૪ કરોડની મિલકતો અંગે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી.
આ બનાવમાં મળતી વિગતો અનુસાર દેશભરમાં ૧૮૬ કંપનીઓ બનાવી તેમાં ૫૦ કંપનીઓનું રજીસ્ટ્રેશન ગુજરાતમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત ૩૪ કંપનીઓમાં જીએસટીના ઇ–મેલ આઇડી પાનકાર્ડ સહિતના એક સમાન દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા જેના પગલે છેલ્લા એક વર્ષથી ડાયરેકટરો જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ ને તપાસ ચાલુ હતી બોગસ દસ્તાવેજ આધારે મસ્ત મોટું કોભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા બીજી જગ્યાએ ના અધિકારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પત્ર લખીને જાણ કરી છે જેના પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૨ કંપની અને તેના સંચાલકોને તપાસ માટે બોલાવતા ફફડાટનો માહોલ સર્જાયો છે


બોગસ પેઢીઓની પેઢી બનાવનાર
1. અરહંમ સ્ટીલ નિમેશ વોરા, હેતલબહેન વોરા
2. ઓમ ક્ધટ્રકશન કંપ્ની રાજેન્દ્રસિંહ સરવૈયા, વનરાજસિંહ સરવૈયા, બ્રીજરાજસિંહ સરવૈયા, હિત્વરાજસિંહ સરવૈયા
3. શ્રી ક્ધવેશ્વરી એન્ટરપ્રાઇઝ કાળુભાઇ વાજા, પ્રફુલભાઇ વાજા, મનન વાજા, જયેશભાઇ વાજા, વિજ્ય વાઘ
4. રાજ ઇન્ફ્રા રત્નદીપસિંહ ડોડીયા, જ્યેશકુમાર સુતરીયા, અરવિંદ સુતરીયા
5. હરેશ ક્ધટ્રકશન કંપ્ની નિલેષ નસીત, જ્યોતીષ ગોંડલીયા, પ્રભાબહેન ગોંડલીયા
6. ડી.એ.એન્ટરપ્રાઇઝ મહેશ લાંગા મનોજકુમાર રામભાઇ, વિનુભાઇ નટુભાઇ પટેલ
7. ઇથીરાજ ક્ધટ્રકશન પ્રા. લી. નિલેષ નસીત, જ્યોતીષભાઇ ગોંડલીયા, પ્રભાબહેન ગોંડલીયા
8. બી.જે. ઓડેદરા ભગીરથ, ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ ઓડેદરા, ભોજાભાઇ જેસાભાઇ ઓડેદરા, અભાભાઇ જેસાભાઇ ઓડેદરા
9. આર.એમ. દાસા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નાથાભાઇ દાસા, 2મણભાઇ દાસા
10. આર્યન એસોસીએટસ અજય બારડ, વિજયકુમાર બારડ, રમેશ કાળાભાઇ બારડ
11. પૃથ્વી બિલ્ડર્સ પરેશ પ્રદિપભાઇ ડોડીયા
12. પરેશ પ્રદિપભાઇડોડીયા પરેશ ડોડીયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application