રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા.25ને ગુરૂવારે રાત્રે 8-30 કલાકે રેસકોર્સ ઓપ્ન એર થીએટર ખાતે પ્લે બેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટ યોજાઇ હતી જેમાં રાજકોટ શહેરની કુલ 20 લાખની વસતીમાંથી પુરા 2500 શ્રોતાઓ પણ નહીં આવતા આ ઇવેન્ટ સુપર ડુપર ફ્લોપ રહી હતી. મનહર ઉધાસ મ્યુઝિકલ નાઇટ બાદ ટૂંકા ગાળામાં સતત બીજી ઇવેન્ટ ફ્લોપ રહી છે. પબ્લિક ડિમાન્ડ કે ટ્રેન્ડ જાણ્યા વિના માથે મરાતા આયોજનનો જાણે જનતાએ સ્વયંભુ બહિષ્કાર કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નામી કલાકારોના નામનું એક મૂલ્ય હોય છે, ફક્ત તેમનું નામ સાંભળીને લોકો તેમના કાર્યક્રમમાં જવા આકષર્તિા હોય છે પરંતુ ઉપરોક્ત મ્યુઝિકલ નાઇટ વેળાએ તો રેસકોર્સ રીંગ રોડની પાળીએ બેઠેલા લોકો કાર્યક્રમમાં અંદર આંટો મારવા પણ આવ્યા ન હતા.
એક સમય હતો કે જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસતાક પર્વ, સ્વાતંત્ર્ય પર્વ કે મહાપાલિકાના સ્થાપ્ના દિવસની પૂર્વ સંધ્યાએ બોલીવુડના સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર્સની મ્યુઝિકલ નાઇટ યોજવામાં આવતી તેમાં હજારોની સંખ્યામાં શ્રોતાઓ ઉમટતાં તેમજ અનેક મ્યુઝિકલ નાઇટમાં ઓવર ક્રાઉડ થઇ જતાં રેસકોર્સના દરવાજા બંધ કરવા પડે અથવા તો મ્યુનિ.વિજિલન્સ પોલીસએ લાઠીચાર્જ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હતી તે બાબતથી મનોરંજનપ્રેમી રાજકોટવાસીઓ વાકેફ હશે જ. શ્રેયા ઘોષાલ, કેકે, કૈલાસ ખેર, કુમાર શાનુ, ઉદિત નારાયણ, અલ્કા યાજ્ઞિક, અભિજીત, શાન મુખજીર્ વિગેરે સિંગર્સની મ્યુઝિકલ નાઇટ રાજકોટમાં સુપર ડુપર હિટ રહી હતી પરંતુ હવે તો જાણે એવા સિંગર્સ જ પસંદ કરવામાં આવી રહ્યા છે કે જેમણે હિન્દી ફિલ્મોમાં ક્યારેય એક પણ ગીત ગાયું હોતું નથી ! કોઇ ટેલિવિઝન શોમાં નંબર વન આવ્યા હોય કે રનર્સ અપ પ્રાઇસ મેળવ્યું હોય તેવા અથવા ફકત સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ કરતા હોય તેવા સિંગર્સની મ્યુઝિકલ નાઇટ્સ યોજીને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
રાજકોટ મહાપાલિકા આયોજિત મ્યુઝિકલ નાઇટનો સમય 8-30 કલાકનો હતો પરંતુ ખરા અર્થમાં આ મ્યુઝિકલ નાઇટ શરૂ થઇ હતી 9-15 કલાકે. ગાયકો તો 8-30ના નિર્ધિરિત સમયથી જ ગાવાનું શરૂ કરવાના મૂડમાં હતા પરંતુ પોણો કલાક સુધી સ્વાગત, સન્માન અને ભાષણબાજી ચાલી હતી. 45 મિનિટ સુધી આ તમાશો નિહાળ્યા બાદ શ્રોતાઓ ગીત સાંભળવા તરસવા લાગ્યા હતા ત્યારે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. 9-15 કલાકે કાર્યક્ર્મના પ્રારંભે જૂના ફિલ્મી ગીતો પેશ કરતા ટીન એજર્સ અને યુવા શ્રોતાઓએ ચાલતી પકડી હતી.
શ્રોતાઓ નહીં આવતાં ખુરશીઓ ખાલીખમ પડી રહી હતી તેમજ વીઆઇપી બેઠક વ્યવસ્થાના સોફા પણ ખાલી નજરે પડ્યાં હતાં. રાજકોટવાસીઓ હવે ખરેખર એ જાણવા માંગે છે કે મ્યુઝિકલ નાઇટ માટે કયા કલાકારને બોલાવવા તે મહાપાલિકામાંથી નક્કી કોણ કરે છે !? ક્યારેય પબ્લિક ડિમાન્ડ ધ્યાને લેવાય છે કે નહીં ?! ખરેખર તો મહાપાલિકાએ કાર્યક્રમ યોજતા પહેલા બજેટ મુજબ અનુકૂળ હોય તેવા બોલીવુડના 10 સિંગરના નામ જાહેર કરી શહેરીજનોમાં ઓનલાઇન કે ઓફ્લાઇન સર્વે કરાવવો જોઇએ અને જે સિંગરને વધુ મત મળે તેને પબ્લિક ડિમાન્ડ સમજીને બોલાવવા જોઇએ અન્યથા આ પ્રકારે જ કાર્યક્રમો સુપર ડુપર ફ્લોપ થતા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech