પોરબંદરના સ્પોર્ટસ અધ્યાપકે મેળવી પી.એચડી.ની ડિગ્રી

  • March 26, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ગોઢાણીયા બી.બી.એ. અને બી.એસ.ડબલ્યુ. કોલેજના સ્પોર્ટસના પ્રોફેસરે પીએચ.ડી.ની ડિગ્રી મેળવતા તેમને બિરદાવવામા ંઆવ્યા છે.
પોરબંદર શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શારીરિક શિક્ષણ અને વ્યાયામ મહત્વનો ભાગ ભજવે છે. રમતો દ્વારા છાત્રોનો સામાજિક, શારીરિક અને બૌધ્ધિક વિકાસ થાય તેવા ઉમદા હેતુસર પોરબંદરની ગોઢાણીયા બી.એ.સ.ડબલ્યુ કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસર ધર્મેષભાઇ મોતીવરસે શારીરિક શિક્ષણમાં પી.એચ.ડી.ની ડીગ્રી મેળવતા ટ્રસ્ટની ઓફીસ ખાતે તેઓનું અભિવાદન કરવામાં આવેલ હતુ. જિલ્લાની કોલેજોમાં એકમાત્ર પી.એચ.ડી. થયેલ ફિજિકલ એજ્યુકેશન પ્રોફેસરનું ગૌરવ આ કોલેજને ફાળે જાય છે.
પ્રારંભમાં કોલેજ ડાયરેકટર રણમલભાઇ કારાવદરાએ શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મેદાની રમત અને તેની આવશ્યકતા પર ભાર મૂકી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફિઝિકલ એજ્યુકેશનમાં પી.એચ.ડી. થવા બદલ ખુશી વ્યકત કરી સૌ મહાનુભાવોએ મીઠો આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ ફિઝિકલ એજ્યુકેશનમાં પી.એચડી.ની ઉચ્ચ પદવી મેળવતા તેમને બિરદાવતા જણાવ્યુ હતુ કે ઉચ્ચ પદવી મેળવનાર પ્રોફેસરની સેવાનો લાભ રમતગમત ક્ષેત્રે સંકુલના  તમામ બાળકોને મળશે આથી સંકુલના બાળકો રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે ઉભરશે તેમણે શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં સંશોધન થવા જોઇએ કારણકે કોઇપણ દેશના વિકાસમાં સંશોધનો ઉપકારક બને છે. શિક્ષકો સંશોધન ક્ષેત્રે અભિ‚ચિ કેળવે તો શિક્ષણનું સ્તર ખૂબ ઉંચુ લાવી શકાય તેઓએ સંશોધન એ શિક્ષણની સમગ્ર ઇમારતનો પાયો ગણાવ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયાએ સંકુલ પરિવાર સારસ્વતો પોતાની વિષય સજ્જચતા બનાવવાની પ્રતિબધ્ધતાને બિરદાવી હતી. જ્યારે ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ જણાવ્યુ હતુ કે સંશોધન ક્ષેત્રે ખુબજ વાંચન જ‚રી છે. ગુજરાતના નવ ભાગમાં તૈયાર થયેલ ‘વિશ્ર્વકોશ’ (ગુજરાતનો  એન્સાયકલોપીડિયા) એ પી.એચડી કરનાર અને સંશોધનમાં અભિ‚ચિ ધરાવનાર શાળા કોલેજોના શિક્ષકો, પ્રોફેસરો, પત્રકારોએ જ્ઞાનની અભિવૃધ્ધિ માટે વાંચવા જેવો છે. જે દરેક લાઇબ્રેરીઓમાં -પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. તેમણે કોલેજના ફિજીકલ પ્રોફેસર પી.એચ.ડી. થવા બદલ પોરબંદર જિલ્લાનુ ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં જિલ્લામાં અગ્રેસર એવી ડો. વી.આર. ગોઢાણીયા બી.બી.એ. , બી.એસ.ડબલ્યુ. કોલેજના ફિજિકલ એજ્યુકેશનમાં પી.એચ.ડી. કરનાર પ્રોફેસર ધર્મેન્દ્રભાઇ મોતીવરસએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યુનિવસીટીના ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડો.જયદીપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ‘ ધ કમ્પેરેટીવ સ્ટડી ઓફ ફિજિકલ ફિટનેશ, મેન્ટલ, હેલ્થએન્ડ એડજસ્ટમેન્ટ ઓફ સિલેકટેડ એથ્લેટિક્સ ઇન સૌરાષ્ટ્ર અરિયા ઇન સ્પોર્ટસ સ્કૂલ’ મહાનિબંધ તૈયાર કરીને રજુ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેઓને પી.એચડીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકાના વતની એવા ધર્મેષ મોતીવરસે પોતાના થીસીસના તારણોમાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને ભાવનગર જિલ્લાનું રમતગમત ક્ષેત્રે પ્રદર્શન સારુ જોવા મળ્યુ જ્યારે દેવભૂમિ દ્વારકાની બહેનોનું ખૂબ નબળુ જોવા મળ્યુ. સૌરાષ્ટ્ર વિસ્તારની સ્પોર્ટસ સ્કૂલોમાં પસંદ પામેલા બહેનોના પગના વિસ્ફોટક બળે અમરેલી જિલ્લાનું પ્રદર્શન સારું જોવા મળ્યુ હતુ. સૌરાષ્ટ્ર વિસ્તારની  સ્પોર્ટસ સ્કૂલોમાં પસંદગી પામેલા બહેનોના ૧૨ મિનિટ દોડમાં જામનગર જિલ્લાનું પ્રર્દશન સારુ જોવા મળ્યુ જ્યારે જૂનાગઢ જિલ્લાની બહેનોનું ૧૨ મિનિટ દોડ-ચાલ પ્રદર્શનમાં ખૂબ નબળુ જોવા મળ્યુ.
આજનો વિદ્યાર્થીએ આવતીકાલનો યુવા નાગરિક છે. ગ્રામ્ય વિસ્તારની રમતો વેગ મળે તે માટે અભ્યાસની સાથોસાથ રમતગમત પણ જીવનમાં એટલી જ મહત્વની છે. આ રમતો દ્વારા ખેલાડીઓમાં ખેલદિલી, સહકાર, નેતૃત્વ, સહાનુભુતિ જેવા સદગુણો વિકાસ થકી તેમની વ્યક્તિત્વ વિકાસ સાથે એક આગવી જીવનશૈલી બને છે.
આ અવસરે ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતનભઇ શાહ, ટ્રસ્ટના  અંગત સેક્રેટરી કમલેશભાઇ થાનકી, ક્ધયાછાત્રાલયના એડમીનીસ્ટ્રેટર કિરણબેન ખુંટી, ડો. જયશ્રીબેન પરમાર, યોગાકોલેજના ડાયરેકટર જીવાભાઇ ખુંટી, ઓફિસ સુપ્રીટેન્ડન્ટ ભાવેશભાઇ મોઢા, એકાઉન્ટન્ટ વિજયભાઇ થાનકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સંકુલના છાત્રોના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસ માટેની રમતગમત પ્રવૃતિમાં જેમનું સંકુલમાં નેતૃત્વ લેનાર પી.એચ.ડી.ફિજિકલ પ્રોફેસરે પી.એચ.ડી.ની ઉચ્ચ ડિગ્રી મેળવવા બદલ આવકારી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહિત ટ્રસ્ટીગણે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application