અભિનેત્રીએ પ્રેમનો અસ્વીકાર પણ ન કર્યો અને જાહેર સ્વીકાર પણ નહી
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની ડેટિંગના સમાચારો અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બંને એકસાથે વેકેશન પર ગયા છે. નાગા અને શોભિતાએ તેમના ડેટિંગ જીવનને ગુપ્ત રાખ્યું છે. શોભિતાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં નાગા ચૈતન્ય સાથે ડેટિંગના સમાચારો પર મોટી વાત કહી હતી
શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના ડેટિંગના સમાચાર હેડલાઇન્સમાં છે.તાજેતરમાં જ બંને એકસાથે વેકેશન પર જોવા મળ્યા હતા. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા છે. પણ અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે પ્રેમમાં છે. ત્યારે અભિનેત્રીએ કહ્યું કે હું હંમેશા પ્રેમમાં છું. આ ખૂબ જ સારી લાગણી છે.
શોભિતાએ આ દરમિયાન કહ્યું કે પ્રેમ તમારા માટે ફ્યૂલ જેવું કામ કરે છે. મને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ બાબત છે અને અમૂલ્ય પણ છે. આથી હું હંમેશા પ્રેમમાં રહુ છું જો કે આ સાથે અભિનેત્રીને ખુલીને પુછવામાં આવ્યું કે તે નાગા ચૈતન્ય સાથે પ્રેમમાં છે ત્યારે અભિનેત્રીનો જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો.
અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું તે નાગા ચૈતન્ય સાથે પ્રેમમાં છે?અભિનેત્રીએ ગોળ ગોળ ફેરવીને અટપટો જવાબ આપ્યો જેમાં તેણે કહ્યું કે જે લોકો વિશે કોઈ માહિતી નથી. હું એ લોકોને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું પસંદ નહિ કરું કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી.
આ સાથે તેણે કહ્યું કે મારું કામ લોકોને જવાબ આપવાનું નથી. હું મારી લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું અને મારી જાતને વધુ સારી વ્યક્તિ બનાવવા માટે કામ કરી રહ્યો છું. અભિનેત્રીને પુછવામાં આવેલા પ્રશ્ન પર તે સીધી રીતે ના કહી શકતી હતી પણ તેણે ના કહેવાને બદલે અટપટો જવાબ આપ્યો અને તેણે તેના અને નાગા સંબંધોનો અસ્વીર પણ ન કર્યો જે બાદ બન્ને વચ્ચે શું ચાલી રહ્યું છે તે એક બીજા જ જાણે .
જોકે થોડા સમય પહેલા નાગા ચૈતન્યને પણ કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તેના અને સામંથાનો સંબંધ તૂટ્યો હોવાનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો ત્યારે અભિનેતાએ તે વાત નો તરત જ અસ્વીકાર કરીને ખોટી ગણાવી હતી.તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડા થઈ ગયા છે. બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. બંને પોતપોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech