જામખંભાળિયામાં વસંત પંચમી નિમિત્તે સારસ્વત બ્રહ્મ સમાજ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો

  • February 01, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા  સારસ્વત મહાસ્થાન વહીવટી પંચ દ્વારા રવિવાર તા. ૨ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના શુભદિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે સવારે ૯ વાગ્યે માતાજીને કેસર સ્નાન, ૧૦:૩૦ વાગ્યે ધ્વજારોહણ તેમજ સવારે ૧૦ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી મંગલ હવનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સાંજે ૬:૪૫ વાગે મહા આરતી તેમજ શહેર ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ મિલનભાઈ અજીતભાઈ કીરતસાતાનું જ્ઞાતિ સંસ્થા વતી સન્માન કરવામાં આવનાર છે.
​​​​​​​

આ ઉપરાંત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ, રાજકોટ દ્વારા સંકલિત ભારતભરના સારસ્વત જ્ઞાતિને જોડતી વેબસાઈટનું લોન્ચિંગ પણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર આયોજન માટે સંસ્થાના પ્રમુખ દર્શન કનુભાઈ પાંધી તેમજ તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application