BREAKING NEWS

દક્ષિણની અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુની મોટા પ્રોજેકટમાં થઈ એન્ટ્રી

  • July 04, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુ હેડલાઇન્સમાં છે. પહેલું કારણ તેની ફિલ્મ ''મા ઇન્તી બંગારામ'' છે, જેણે બોકસ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યેા છે. અભિનેત્રીએ પોતે તેની ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટ્રિ કરતા કહ્યું હતું કે તે ટૂંક સમયમાં એક નાનો બ્રેક લેશે. જો કે, સમન્થાની ફિલ્મના દિગ્દર્શકે અગાઉ ખુલાસો કર્યેા હતો કે તેને તેની ગર્ભાવસ્થા વિશે કેવી રીતે ખબર પડી. એવી અફવાઓ હતી કે સમન્થા રૂથ પ્રભુ હાલમાં કોઈ નવી ફિલ્મ સાઇન કરી રહી નથી. પરંતુ હવે, તેના આગામી પ્રોજેકટ અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે.
ત્રણ વર્ષ પછી, સામન્થા રૂથ પ્રભુ તેલુગુ સિનેમામાં પરત ફરી  અને ''મા ઇન્તી બંગારામ'' સાથે ધૂમ મચાવી. તે મહિલાઓ પર આધારિત ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ બની ગઈ છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેણી તેના પ્રસૂતિ વિરામમાંથી પાછા ફર્યા પછી વધુ ફિલ્મોમાં દેખાશે. દરમિયાન, તેલુગુ ૩૬૦ પર એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં ખુલાસો થયો હતો કે સમન્થા રૂથ પ્રભુએ ડિજિટલ પ્લેટફોર્મ સોની લીવ સાથે એક સેલિબ્રિટી શો માટે કરાર કર્યેા છે, જેનું નિર્માણ તમિલમાં કરવામાં આવશે. સમન્થા રૂથ પ્રભુ હાલમાં કોઈ નવી ફિલ્મો પર હસ્તાક્ષર કરશે નહીં, કારણ કે તે ટૂંક સમયમાં મેટરનિટી બ્રેક પર જવાની છે. તો, તેણીએ કયા ડિજિટલ પ્રોજેકટ માટે કરાર કર્યેા છે? આ પ્રશનનો જવાબ પણ આ અહેવાલ દ્રારા આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણીએ ડિજિટલ પ્લેટફોર્મ સોની સાથે સેલિબ્રિટી શો માટે કરાર કર્યેા છે. સમન્થા સાથે સહયોગ કરવાનો સંકેત આપ્યો છે. આ શો ટૂંક સમયમાં આવશે કે અભિનેત્રી તેના મેટરનિટી બ્રેકમાંથી પાછા ફર્યા પછી આવશે તે હજુ સુધી પુષ્ટ્રિ થયેલ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application