ધનિકોના વિદેશમાં ખાતાંઓ બધં કરી રહી છે અમુક બેંકો

  • December 29, 2023 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેટલાય શ્રીમતં ભારતીયોને મોટી આંતરરાષ્ટ્ર્રીય બેંકો તરફથી જાકારો મળી રહ્યો છે. વિદેશમાં નિષ્ક્રિય ભંડોળ રાખવા પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્રારા લાદવામાં આવેલા પ્રતિબધં ઉપરાંત, વિદેશી ગ્રાહકો માટે આ બેંકો દ્રારા ઉચ્ચ લઘુત્તમ બેલેન્સનો આગ્રહ રાખવાનું શ કરાયું છે. જેને લીધે તેમને તેમના વિદેશી બેંક ખાતાઓ બધં કરવાની ફરજ પડી છે. ઓછામાં ઓછી બે મોટી બ્રિટિશ બેંકો, એક સ્વિસ ધિરાણકર્તા અને અગ્રણી અમીરાત નાણાકીય સંસ્થાએ છેલ્લા બે મહિનામાં બે ડઝનથી વધુ નિવાસી ભારતીયો સાથેના સંબંધો તોડી નાખ્યા છે તેમ આ વ્યકિતઓને સલાહ આપતા સેવા પ્રદાતાઓ અને ટેકસ પ્રેકિટશનરોએ જણાવ્યું છે.
તેઓએ આરબીઆઈની લિબરલાઈડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરીને બેંક ખાતા ખોલ્યા હતા જે સ્થાનિક વ્યકિતને સ્ટોક, પ્રોપર્ટી અને અન્ય બાબતોની સાથે સંબંધીઓના ભરણપોષણ માટે વાર્ષિક ૨૫૦,૦૦૦ સુધીનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. કેટલીક મોટી ઓફશોર બેંકો દ્રારા નક્કી કરાયેલ લઘુત્તમ બેલેન્સ ૧ મિલિયન ડોલરથી વધુને પાર કરી ગયું છે જે ઘણું વધુ પડતું છે. ઘણી વિદેશી બેંકો ગ્રાહકો સ્ટોકસ અને લિસ્ટેડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટસ પર દાવ લગાવવા બેંકના વેલ્થ મેનેજમેન્ટ આર્મનો ઉપયોગ કરવા તૈયાર ન હોય તો સેવા આપવા તૈયાર નથી. બેંક આવા રોકાણોમાંથી ફી કમાતી હોવાથી, ખાતામાં બચેલા નાણાં ઓછા થઇ જાય તો પણ તે કલાયન્ટને બેલેન્સ જાળવી રાખવાનું કહે છે. ગ્રાહકો માટે આવા રોકાણો ફાયદાકારક રહેતા નથી. જે ગ્રાહકો બેન્કોને મનમાની કરવા ડેટા નથી તેમના ખાતાં બધં કરવામાં આવ્યા છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મના ભાગીદારે જણાવ્યું હતું કે ફીની આવકમાં એકંદરે તંગી વચ્ચે, કેટલીક વિદેશી બેંકો દ્રારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી વિદેશમાં ખાતા ધરાવતા ભારતીય રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેઓએ ઓન–બોડિગ નવા ગ્રાહકો તેમજ હાલના ગ્રાહકો માટે ન્યૂનતમ થ્રેશોલ્ડ મર્યાદામાં વધારો કર્યેા છે. પરંતુ, મર્યાદિત લિબરલાઈડ રેમિટન્સ સ્કીમ કવોટાને કારણે ભારતીય રહેવાસીઓ વધુ રકમ મોકલવામાં અસમર્થ છે. આના પરિણામે એકાઉન્ટ બધં થઈ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application