આંકડાશાસ્ત્રમાં અવઢવ: ધો.૧૦માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ

  • March 15, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે ધોરણ ૧૨ માં આંકડાશાસ્ત્રની પરીક્ષામાં દાખલાની તુલનામાં થીયરી વધારે પુછાય જતા વિધાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ખાસ કરીને એવરેજ વિધાર્થીઓને આ વિષયમાં માકર્સ કપાશે તેવી ભીતિ છે.આજે ધોરણ ૧૦માં સામાજિક વિજ્ઞાનની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.  ધોરણ ૧૨ સાયન્સમાં બાયોલોજીનું પેપર શ થયું છે. ધોરણ ૧૦માં ગણિત અને વિજ્ઞાન ૩ મહત્ત્વના પેપર પુરા થઈ ચૂકયા છે અને આજે સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ આવતા વિધાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. જે વિધાર્થીઓ સાયન્સ સિવાયની વિધાશાખામાં જવા ઈચ્છે છે તેમના માટે આ વિષય મહત્ત્વનો છે, જેથી વિધાર્થીઓએ સામાજિક વિજ્ઞાન માટે પણ તૈયારી કરી હતી.


ધોરણ ૧૦નું સામાજિક વિજ્ઞાનનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. પેપર વિધાર્થીઓએ ધાર્યા કરતાં ઘણું સહેલું આવ્યું હતું.  સામાજિક વિજ્ઞાનના પેપરમાં કેટલાક સાંપ્રત મુદ્દાઓને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા. માં અન્નપૂર્ણા યોજના, જયોતિષશાક્ર, વૈદિક શાક્ર, રસાયણ શાક્ર સહિતના મોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ધોરણ ૧૦માં આ વર્ષે મહત્વના તમામ વિષયો પ્રમાણમાં સરળ રહ્યા હોવાથી  વિધાર્થીઓ ખુશ હતા. બીજીબાજુ પેરિયાર અભ્યારણ, વિશાખાપટનમ, મગફળી ઉત્પાદન કરતા પ્રદેશો અને કાળી જમીન ધરાવતો પ્રદેશ વિષે નકશો પૂછવામાં આવ્યો હતો. પાર્ટ–બીમાં પણ કેટલાક પ્રશ્નો ટિસ્ટ કર્યા હતા પરંતુ તે સરળ રહ્યા હતા. પાર્ટ–એના ટિસ્ટ પ્રશ્નો પુસ્તકના પ્રકરણોમાંથી તૈયાર કરીને બનાવ્યા હોઈ સમજણ આધારીત તૈયારી કરનારા વિધાર્થીઓને જ તેના જવાબો લખી શકે તેમ હતું. જેના પગલે વિધાર્થીઓને પેપર વિધાર્થીઓને સહેલું લાગ્યું હતું


અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં એક પણ કોપી કેસ નથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે. જેમાં આજે સવારે ધો.૧૦માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતા વિધાર્થીઓ ખુશ થઇ ગયા હતા. રાજકોટ જિલ્લામાં આજે નોંધાયેલા કુલ ૩૮૪૧૩ વિધાર્થીઓમાંથી ૩૭૮૪૪ વિધાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ૫૬૯ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે ચોથા પેપરમાં પણ જિલ્લામાં એક પણ કોપીકેસ નોંધાયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application