ભાવનગર શહેરના વિદ્યાનગરમાં તસ્કરો ત્રાટકી રોકડ સહીતની મત્તા ઉઠાવી પલાયન થયા હતા. પરિવાર તા.૦૧/૦૪/૨૦૨૪ ના ક.૦૮/૩૦ થી તા.૦૨/૦૪/૨૦ ૨૪ દરમિયાન ઘરે ન હતા. જે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશી ઘરના ગ્રીલ તથા લોકનો હુક તોડી કબાટમાં રહેલ રોકડ રૂપીયા.૨૦.૦૦૦ તથા સોના ચાંદીના દાગીના અંદાજે રૂ.૮૦૦૦ ના તથા અન્ય ઇમીટેશનની ચોરી કરી કોઇ અજાણ્યા શખ્સ નાસી છૂટ્યો હોવાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર નીલમબાગ પોલીસ મથક ખાતે દિપકભાઇ સુમનલાલ પારેખ (ઉ,વ.૫૯ ધંધો- આયુર્વેદીક ડોક્ટર રહે-પ્લોટ નં.૨૪/ બી શ્ર્વેત કમલ સોસાયટી એમ.જે.કોમર્સ કોલેજની સામે ની ગલી વિધ્યાનગર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તા.૦૧/૦૪/૨૦૨૪ ના રોજ સવારના ૦૮/૩૦ વાગ્યાની આસપાસ પરિવાર સાથે અમદાવાદ ખાતે દિકરી પદ્વિદાન સમારોહમાં ગયા હતા. અને તા.૦૨/૦૪/૨૦૨૪ ના રાત્રી ના ૧૧/૪૫ વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા બંધ મકાનમાં પ્રવેશતા ગ્રીલ તથા દરવાજાના લોક તુટેલા જોવામાં મળ્યા હતા. તેથી મકાનની અંદર જતા મકાનમાં રહેલ સર સામાન વેર વીખેર જોવામાં આવેલ તેથી ઘરમાં ચોરી થયેલાનું જણાતા અને ઘરમાં ખરાઇ કરતા લોખંડના તથા લાકડાના કલાટને બળથી ખોલી અંદર રહેલ સર સામાન વેર વીખેર કરેલ અને કબાટમાં જોતા કલાટની તીજોરીમાં જોતા રોકડ રૂ.૨૦.૦૦૦ અંદાજે તથા સોનાની આ શરે એકાદ ગ્રામની ગીની જેની કિ.રૂ.૫.૦૦૦ તથા ચાંદીના દર દાગીના જેમા ચાંદીની બંગડી એક જોડી આશરે ૧૦ ગ્રા મની જેની કિ.રૂ.૩.૦૦૦ જોવામાં નહી આવતા ચોરી થયેલાનું જણાયેલ તેમજ અન્ય ચીજ વસ્તુ વેર વિખેર પડેલ હતી. અને સામાનમાં બાળકની સ્કુલ બેગમાં લઇ ગયેલ છે. જે બનાવ મામલે નીલમબાગ પોલીસને જાણ કરાતા નીલમબાગ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી મકાનમાં ચોરી થયા અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે "વિશ્વ કેન્સર દિવસ" ની ઉજવણી કરાઈ
February 27, 2025 05:09 PMજામનગર : ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
February 27, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech