શહેરના સિંધુનગર વિસ્તારમાં તસ્કરોને મોકળુ મેદાન મળ્યું હોય તેમ થોડા દિવસના અંતરે જ વધુ એક મંદિરમાં ચોરી ની ઘટના બની છે.સિંધુનગર સ્થિત ઝૂલેલાલ ખુડી મંદિરમાં ગત રાત્રે તસ્કરોએ પ્રવેશ કરી દાન પેટી તોડી રોકડા રૂ. ૧૫થી ૧૮ હજારની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરીની ઘટનામાં સામેલ શખ્સો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હોય સ્થ્સનિકોએ ફૂટેજ પોલીસને સોંપી તસ્કરોને ઝડપી લેવા રજુઆત કરી હતી.
શહેરના સિંધૂનગર માં આવેલા ઝુલેલાલ ખુડી મંદિરમાં ગત રાત્રે તસ્કરોએ પ્રવેશ કરી મંદિરમાં રાખેલી દાન પેટીમાંથી અંદાજીત ૧૫, ૦૦૦ થી ૧૮, ૦૦૦ રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. મંદિરમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા તસ્કરો કેદ થયા હતા. જે સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા હોય પોલીસ જલ્દી લુખ્ખા તત્વો ને ઝડપી લઇ કડક કાર્યવાહી કરે એવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા સમય પૂર્વે જ સિંધૂનગર વિસ્તારના અન્ય મંદિરોમાં થી પણ ચોરીના બનાવો બન્યા હોય પોલીસ દ્વારા આ વિસ્તારમાં રાત્રી દરમ્યાન પેટ્રોલિંગ ની સુવિધા વધારવા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech