પીપલાણા જીઆઇડીસીમાં આવેલા કારખાનામાં રાત્રિના તસ્કરે ત્રાટકી અહીંથી ગ્રાઈન્ડર મશીન અને એલ્યુમિનિયમ ડાઈ (પેટર્ન) સહિત કુલ રૂપિયા 6,50,500 ની મત્તા ચોરી કરી ગયા અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે રાજકોટમાં નાડોદાનગરમાં રહેતા રહેતા ભંગારના ધંધાર્થીને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.આ શખસે રિક્ષા લઇ અહી પત્ની અને એક સાથીદાર સાથે મળી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. લાખોની કિંમતની આ ડાઈ તેણે રાજકોટના ભંગારના ધંધાર્થીને માત્ર ૮ હજારમાં ભંગારમાં વેચી નાખી હતી.પોલીસે આરોપી પાસેથી રિક્ષા કબજે કરી ચોરીના આ બનાવમાં સામેલ અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ભક્તિનગર સોસાયટી મેઇન રોડ પર રહેતા કેયુર વિનોદભાઈ સગપરિયા (ઉ.વ 34) દ્વારા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પીપલાણા જીઆઇડીસીમાં શિવાંગ ટેકનોકાસ્ટ નામનુ કારખાનું આવેલું છે. ગઇ તા. 1/12/2024 રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખસે આવી પેટર્ન ચોરી કરી લઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સામાન ચેક કરતા ચેન ગ્રાઈન્ડર મશીન જેની કિંમત રૂપિયા 5000 તથા એલ્યુમિનિયમની અલગ અલગ પેટર્ન જેની અંદાજિત કિંમત રૂપિયા 6.45 લાખ હોય આમ કુલ રૂ.6,50,500 ના સામાનની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. સીસીટીવીમાં દેખયા મુજબ રાત્રીના 11:04 થી 11:40 ના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખસે અહીં ઘુસી રૂપિયા 6,50,500 ની મત્તા ચોરી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.
ચોરીના આ બનાવને લઇ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા ટીમ જેમાં એએસઆઇ જયવિરસિંહ રાણા, હેડ કોન્સ.અનીલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા તથા કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા તપાસમાં હતા.દરમિયાન મળેલી માહિતીના આધારે અરડોઇ-કોટડાસાંગાણી રોડ પર હડમતાળા ગામના પાટિયા પાસેથી રિક્ષા સાથે શંકાસ્પદ હાલતમાં દિપક ગુલાબભાઇ ભકોળીયા(ઉ.વ ૩૬ રહે. હાલ નાડોદાનગર, ખોખડદળ નદીના કાંઠે રાજકોટ, મૂળ ખાંભડા તા. ધ્રાંગધ્રા) ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની સઘન પુછતાછ કરતા તેણે પીપલાણા જીઆઇડીસીમાં થયેલી ચોરીની કબુલાત આપી હતી.જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
વુધમાં જાણવા મળતી વિગતો મુજબ, આરોપી ભંગારની ફેરી કરતો હોય જેથી તેને અહીં કારખાનામાં સામાન હોવાની જાણ હતી.તે પત્ની અને એક સાથીદાર સાથે લઇ અહીં રાત્રીના રિક્ષા લઇ ચોરી કરવા ગયો હતો.ડાય બાચકમાં ભરી રિક્ષા ભરી લીધા હતાં.ચોરી બાદ તેણે આ 6.45 લાખની કિંમતની આ ડાય રાજકોટમાં આલોક નામના ભંગારના ધંધાર્થીને માત્ર 8 હજારમાં વેચી નાખી હતી. પોલીસે આ ભંગારના ધંધાર્થી અને ચોરીમાં સાથ આપનાર યુવાનની પત્ની અને અન્ય એક શખસને ઝડપી લેવા તપાસ યથવાત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech