જામનગરમાંથી બીલ આધાર વગરના ૩૪ કિલો કોપર વાયર-બાઇક સાથે તસ્કર પકડાયો

  • June 24, 2024 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૩૪ કિલો  કોપર વાયરના જથ્થા અને એક ચોરાઉ બાઈક સાથે એક તસ્કરની ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.


જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને મળેલી ખાનગી હકિકતના આધારે જામનગર શહેરમાં ગોલ્ડન સીટી, આવાસના ગેઇટ પાસેથી  કલ્પેશભાઇ ચંદુભાઇ મોદી (રહે. ઢીચડાગામ, હાજીપીર દરગાહની પાસે) ને ઝડપી લીધો હતો. 


જેના કબ્જામાંથી કોપરના વાયરના કટકા જેનુ વજન ૩૪ કિલો (કિ.રૂ. ૧૭,૦૦૦) તથા એક એકટીવા મો.સા. (કિ.રૂ. ૩૦,૦૦૦) મળી કુલ રૂ. ૪૭,૦૦૦ નો મુદામાલ બિલ આધાર વગરનો મળી આવતાં શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી લઈ, તેના વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ કાયદેસર ની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application