અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરતાં 2.76 કરોડનું સોનું પકડી પાડ્યું છે. આ સોનું અબુધાબીથી આવેલા બે મુસાફરો પાસેથી ઝડપાયું હતું. આ બંને વિમાનમાંથી બહાર આવતાની સાથે જ તેમને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં દાણચોરીનું સોનુ મળી આવ્યુ છે.
જીન્સના કમરના ભાગમાં છૂપાવ્યું સોનું
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને મુસાફરોએ સોનુ તેમની જીન્સના કમરના ભાગમાં પ્લાસ્ટિકની સ્ટ્રીપમાં છૂપાવ્યું હતું. આ ઉપરાંત, સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને પણ લાવવામાં આવ્યું હતું.
ગળામાં સોનાની ચેઇન અને સિક્કો પણ મળ્યો
યાત્રી પાસેથી 3 ગોલ્ડ બાર ઉપરાંત 2 સોનાની ચેઇન અને એક સોનાનો સિક્કો પણ મળ્યો હતો. એક મુસાફર પાસેથી 1543 ગ્રામ અને બીજાની પાસે 1507 ગ્રામ સોનું પકડાયું હતું.
બંનેની ધરપકડ, તપાસ ચાલુ
બંને મુસાફરોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે કયા રેકેટ સાથે સંડોવણી છે અને સોનુ કઈ રીતે લાવવામાં આવતું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે દહીં કે છાશ, ક્યુ છે બેસ્ટ?
March 26, 2025 04:11 PMપ્રેમલગ્ન માટે સગીરાને દબાણ કરનાર ઠળીયાના પોસ્ટકર્મી સામે નોંધાયો ગુનો
March 26, 2025 03:39 PMમનપાના ૨૩ આરોગ્ય કેન્દ્રો પર આયુષ્યમાન કાર્ડની કામગીરી સંપૂર્ણ ઠપ્પ, દર્દીઓ ત્રાહિમામ
March 26, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech