અત્યારે સૌની નજર રશિયાના કઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ કોન્ફરન્સ પર છે. આ દરમિયાન એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર અમેરિકા માટે ચિંતાનો વિષય છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરમાં પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠા છે અને હસતા દેખાઈ છે.
વિશ્વના ત્રણ સૌથી શક્તિશાળી દેશો ભારત, રશિયા અને ચીનના ટોચના નેતાઓની આ હસતી તસવીર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની ચિંતામાં વધારો કરતી હોવી જોઈએ. BRICS એ પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓનો આંતરરાષ્ટ્રીય સમૂહ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. જો કે આ વખતે ચાર નવા દેશ ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ જોડાયા છે. બ્રિક્સ સમૂહના દેશો અમેરિકા માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યા છે.
બ્રિક્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત
બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા આવેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે પીએમ મોદીને ગળે લગાવ્યા. આ પહેલા રશિયાના રાજ્ય તરસ્તાનના વડાએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
પછી પુતિન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 3 મહિનામાં તેમનું બે વખત રશિયા આવવું એ બંને દેશોની મિત્રતાનો પુરાવો છે.
PM મોદી આજે શી જિનપિંગ સાથે કરશે મુલાકાત
આજે પાંચ વર્ષ બાદ પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ઉકેલવા અંગે કરવામાં આવેલી મહત્વની જાહેરાત બાદ આ પ્રથમ બેઠક છે. આ મીટિંગ પહેલા જ જે તસવીર વાયરલ થઈ છે તે ઘણું બધું કહી જાય છે, આ તસવીરમાં પુતિન, પીએમ મોદી અને જિનપિંગને જોડતા પુલની જેમ દેખાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશી લુકમાં આરાધ્યા બચ્ચનનું સૌન્દર્ય જોઈ ફેન્સ આકર્ષિત
March 31, 2025 11:47 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMખંભાળિયામાં રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
March 31, 2025 11:42 AMભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
March 31, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech