રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા લોકમેળાની તૈયારીઓ વચ્ચે આ વર્ષે મધ્યમ વર્ગના તેમજ નાના ધંધાર્થીઓને વધુ તક મળે તે માટે લોકમેળા અમલીકરણ સમિતિ દ્રારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નાની અને મધ્યમ ચકરડી માટેના પ્લોટની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આવા પ્લોટ ૧૨ હતા, જેને વધારીને હવે ૨૪ કરવામાં આવ્યા છે. લોકમેળા અમલીકરણ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, મોટા યાંત્રિક રાઇડસ જેવા કે ફકર ફાળકો, ટોરાટોરા, વિશાળ ઝૂલા, મોતનો કૂવો અને જાદુગરના શો માટે મોટી જગ્યાની જર પડતી હોવાથી અગાઉ વધુ પ્લોટ ફાળવવામાં આવતા હતા. જોકે આ વર્ષે આવા મોટા પ્લોટની સંખ્યામાં ઘટાડો કરીને નાના અને મધ્યમ ધંધાર્થીઓને વધુ તક મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક અને નાના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટોલ માટેના અરજી ફોર્મની કિંમતમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉની જેમ આ વર્ષે પણ ફોર્મની કિંમત માત્ર ૨૦૦ પિયા રાખવામાં આવી છે. જેથી સામાન્ય અને જરિયાતમદં વેપારીઓ પર આર્થિક ભાર ન પડે. સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ કેટલાક દલાલો રમકડાં અને ખાણીપીણી સહિતના સ્ટોલ માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરી ડ્રોમાં સ્ટોલ ફાળવાયા બાદ તે ઐંચી કિંમતે વેચી દેતા હતા. જેના કારણે ખરેખર વ્યવસાય કરવા ઇચ્છતા નાના વેપારીઓ સ્ટોલ મેળવવાથી વંચિત રહી જતા હતા. ફોર્મની પ્રક્રિયાને વધુ પારદર્શક અને જરિયાતમદં ધંધાર્થીઓ સુધી મર્યાદિત રાખવા તત્રં દ્રારા આ વર્ષે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી લોકમેળામાં નાના વેપારીઓને વધુ તકો મળશે અને મેળાનું આયોજન વધુ સમાનતાપૂર્વક થઈ શકશે.