ગાંધીધામની ગેસ એજન્સીના સંચાલકે ભાગીદારની ખોટી ડિજિટલ સહીથી લોન મંજુર કરાવી તેમાંથી 30 લાખ ઉપાડી લીધાની ફરિયાદનોધાઇ હતી. આરોપીઓ પોલીસ પક્કડ થી દુર છે. બેન્કને લીગલ નોટિસ આપીને ફરીયાદીએ માંગેલ વિગત આપવામાંન આવતાં ફરિયાદી આરબીઆઈના દ્વાર ખટખટાવ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ અમદાવાદના રહીશ અવિનાશ હરગોવિંદ આચાર્યના પિતાએ 1985માં સેકટ-1એ માં નવનીત ગેસ એજન્સી એચ.પી. ગેસ સર્વિસ નામની પેઢી તેના પુત્ર નવનીત આચાર્ય નામે લીધી હતી.આ પરિવાર ત્યારબાદ 2004 માં અલગ પડતાં એજન્સીમાં ફરિયાદીની 42% તથા નવનીતભાઈ ની 55 ટકા ભાગીદારી હતી જે પાર્ટનરશીપ પણ કરાઈ હતી. 19/2/19 ના નવનીત ભાઈનું અવસાન થતા તેમના પત્ની કાશ્મીરા બેન આચાર્ય ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા હતા .ફરિયાદી અમદાવાદ રહેતા હોય એજન્સી કાશ્મીરા બેનનો દીકરો રસેશ આચાર્ય સંભાળતો હતો. ફરિયાદી રૂબરૂ અથવા ફોન ઉપર હિસાબ પૂછતાં ત્યારે વાયદા કરવામાં આવતા હતા. સંબંધમાં ફરિયાદીના ભાભી અને ભત્રીજા થતા હોવાથી સંબંધ ખરાબ ન થાય તે માટે ફરીયાદી જતું કરતા હતા. દરમ્યાન 20/7/24 ના એચડીએફસી બેન્ક ની નેટ બેન્કિંગ કીટ તેના સરનામે મળી હતી. જેમાં નવનીત ગેસ એજન્સીનું નામનું ખાતું ખુલ્યું હતું તેમાં વર્કિંગ કેપિટલ લિમિટ 2.29 કરોડની લોન મેળવી તેમાંથી 30 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. બંને ફરિયાદીની ખોટી સહી કરી લોન મેળવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. જે બાબતે ફરિયાદ પણ કરવામાં આવ્યા બાદ પોલીસે તપાસ પણ હાથ ધરી છે.સુત્રોના દાવા મુજબ કિસ્સામાં બેંકની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ભાગીદારી પેઢીનું ખાતું ખોલાવવા માટે બંને ભાગીદારોની જરૂર પડતી હોય છે ત્યારે આ કિસ્સામાં એક ભાગીદારની ગેરહાજરી છતાં નવું ખાતું કેવી રીતે ખુલી ગયું તે પણ એક ચચર્નિો વિષય છે. ફરિયાદીએ બેંકને લેખિતમાં રજૂઆત કરી છતાં જવાબન આપતા ફરીયાદીએ આરબીઆઈ માં પણ ફરીયાદ કરી છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીની એન.ઓ.સી લેવામાં આવી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમનપામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાની ઓ.એમ.આર.શીટ વેબસાઇટ ઉપર મુકાઇ
May 15, 2025 03:17 PMન્યુયોર્ક ટાઈમ્સ બાદ વોશિંગ્ટન પોસ્ટે પણ માની પાકિસ્તાન સામે ભારતની જીત
May 15, 2025 03:07 PMપોરબંદરમાં પોલીસે ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે યોજી બેઠક
May 15, 2025 02:54 PM૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech