રેલવેના પેન્શનરોને ૮મા પગાર પંચના લાભથી વંચિત રાખવાના મામલે ભાવનગર ડીઆરએમ ઓફિસ ખાતે રેલવેના નિવૃત કર્મચારીના ધરણા યોજીને સુત્રોચ્ચાર કર્યા હતા.
કેન્દ્ર સરકારે લોકસભામાં બિલ પાસ કરીને બધાજ પેન્શનરોને સમાન અધિકાર આપ્યો હતો. અને ૧૯૭૨ પછી જેટલા પણ પગાર પંચ નિમાયા તેનો પેન્શન સુધારણાનો લાભ મળતો હતો. હાલમાં કેન્દ્ર સરકારે ૮મા પગાર પંચની નિમણુંક કરી છે.પરંતુ લોકસભામાં બિલન ફીનાન્સ-૨૦૨૫ તા.૨૫-૩-૨૦૨૫ના એક બિલ પાસ કરીને પેન્શનરોના અબાધિત હક્કોનુ ઉલ્લંઘન કરીને ૮માં પગાર પંચના લાભથી વંચિત રાખ્યા છે. જેનાથી રેલવેના તમામ પેન્શનરોમા રોષની લાગણી પ્રસરી ગઈ છે.
ઓલ ઈન્ડિયા રિટાયર્ડ રેલવે મેન્સ ફેડરેશન સિકંદરાબાદના પ્રમુખ એસ શ્રીધરના આદેશ મુજબ અન્યાય ભરી નીતિનો વિરોધ કરવા અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા ગુરૂવારના ઈન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશન ભાવનગર ડિવિઝનના તમામ પેન્શનરો ડી.આર.એમ ઓફિસ સામે ધરણાં તથા સૂત્રોચાર કરાયા હતા. તેમજ ભાવનગર રેલવે પ્રશાસનને મેમોરન્ડમ અપાયુ હતું. પેન્શનરોને સંગઠન શક્તિનો પરિચય કરાવી ધરણા મોટી સંખ્યામા નિવૃત પેન્શનરો ઉપસ્થિત રહ્યા હોવાનુ ડિવિઝનલ ચેરમેન આઈ.એમ.ભટ્ટીએ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech