ગોરસરની ધાર સીમમાં પાંચ જુગારી ઝડપાયા

  • June 05, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની ગોરસરની ધારસીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને એલ.સી.બીન. ટીમે ૧૯,૧૫૦ની રોકડ સાથે પકડી લીધા હતા. ગોરસર ગામની ધાર સીમમાં જાહેરમાં જુગાર રમતા શખ્શો અંગે એ.એસ.આઇ. મુકેશભાઇ માવદીયાને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ગોરસરના નવા પરામાં રહેતા ભીમા સવદાસ પરમાર,ગોરસરની ધારસીમમાં રહેતા લીલા છગન પરમાર, પાતા ગામના ચોકમાં રહેતા અરભમ રામદે કિશોર, માધવપુરની ખાવડા સીમમાં રહેતા યુસુફખાન મહમદ જોખીયા અને પાતાની દેલાવડ સીમમાં રહેતા કારા ટપુ કડછાને પોલીસે ૧૯,૧૫૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application