વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ હશે આવા....રેલવે મંત્રીએ ફોટો કર્યા શેર

  • October 04, 2023 12:19 AM 

વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ કેવા પ્રકારના હશે તેને લઈને સોશિયલ મીડિયામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ફોટો શેર કર્યા હતા. અને સાથે કેપ્સનમાં લખ્યુ હતુ કે, કમિંગસુન 2024....


રેલવે મંત્રાલયે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનની ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપી દેવામાંં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે અને આવતા વર્ષે એટલે કે 2024 સુધીમાં દોડવાનું શરૂ થઈ જશે.


વંદે ભારત સ્લીપર કોચ કેવા હશે તેનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. સ્લીપર ટ્રેન અંદરથી કેવી દેખાશે તેની કેટલીક એનિમેટેડ તસવીરો રેલવે મંત્રી એશ્વિની વૈષ્ણવ દ્વારા ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી હતી.


હાલમાં વંદે ભારતમાં માત્ર ચેર કારની વ્યવસ્થા છે. એટલે કે, મુસાફરો આ ટ્રેનમાં બેસીને જ મુસાફરી કરી શકે છે, તેથી લાંબા અંતરની મુસાફરી માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ હવે ટૂંક સમયમાં મુસાફરો વંદે ભારતથી લાંબા અંતરની મુસાફરી કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application