વેરાવળ શાહીગરા કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા છ શખસ ઝડપાયા

  • August 08, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ એલસીબી બ્રાન્ચે વેરાવળમાં મદીના મસ્જિદ પાસે જાહેર જગ્યામાં જુગાર રમતા છ શખસોને રોકડ ‚ા.૧૫,૭૮૦ તથા મોબાઈલ ફોન ૩ મળી કુલ રૂ.૩૦,૭૮૦ની સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગ‚પે પ્રોહી/જુગારની આમાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સૂચના આપતા એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ, મેસુરભાઈ વરુ રામદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. નટુભા બસિયા, નરેન્દ્રભાઈ પટાટ, ભુપેન્દ્રસિંહ ચાવડા, પોલીસ કોન્સ. પ્રવિણભાઈ બાંભણિયા, મીસીંગ પર્સનલ સ્કવોડના પોલીસ કોન્સ. વિનયભાઈ મોરી, પોલીસ હેડ કોન્સ. વીરાભાઈ ચાંડેરા, એસઓજીના એએસઆઈ નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઈ વંશ સહિતના પેટ્રોલિંગમાં રહેલ તે દરમિયાન મળેલ બાતમીના આધારે વેરાવળ શાહીગરા કોલોની મદીના મસ્જિદ પાસે જાહેર જગ્યામાં જુગાર રમતા હારુન મહમદભાઈ ખાંસાબ, મસલીન હુશેનભાઈ ચૌહાણ, નજીર અબ્દુલ રહેમાન ભોડા, ફા‚ક ઈબાલભાઈ સમજુ, મોસીન હુસેનભાઈ ભોડા, જીસાન મોહંમદભાઈ ખાંજીને રોકડા રૂ.૧૫લ,૭૮૦ તથા મોબાઈલ ફોન ૩ રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૩૦,૭૮૦ની સાથે ઝડપી લઈ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application