BREAKING NEWS

જામનગર: પરડવા સીમમાં તિનપતીનો જુગાર રમતા છ ઝડપાયા

  • May 20, 2026 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પરડવા સીમમાં તિનપતીનો જુગાર રમતા છ ઝડપાયા

રેઇડ દરમ્યાન ૩૮૫૦૦ની રોકડ અને ગંજીપતા જપ્ત

જામજોધપુર તાલુકાના પરડવા ગામની માધવ સીમ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા ૬ શખ્સોને ૩૮૫૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

પરડવા સીમ વિસ્તારમાં વાડી પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા પરડવાની ડોરી સીમમાં રહેતા ખેતી કરતા હરદાસ હરભમ ઓડેદરા, ઉપલેટાના ગણોદ ગામના જીતેશ રાજા ડવ, વાસજાળીયા ગામના રમેશ મોહન સોલંકી, પરડવા ગામના સવજી રૂડા વિંજુડા, વડાળા ગામના રાજેશ ભીમા ખાટરીયા અને ઉપલેટાના નિલાખા ગામના હરસુખ ભુરા જલુ નામના શખ્સોને પકડી લીધા હતા. તેમની પાસેથી ગંજીપતા અને ૩૮૫૦૦ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application