ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા નવરાત્રી થી દિવાળી દરમિયાન એક મહિના માટે સર ટી. હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેના સગા સંબંધીઓની ફરિયાદો સાંભળવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વ્હીલ ચેર અને સ્ટ્રેચર સહિતના સાધનો સૌ ભંગાર હાલતમાં થઈ ગયા હોવાથી દર્દીઓને ભારે અગવડતા પડી રહી છે. એક મહિના દરમિયાન કોંગ્રેસ પાસે આવેલી ફરિયાદો બુધવારે સાંજે હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ સમક્ષ રજૂ કરી તેનો સત્વરે હલ લાવવા માટે માંગ કરવામાં આવી હતી.
ગત નવરાત્રીથી દિવાળી દરમિયાન એક મહિના સુધી શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને કાર્યકરો દ્વારા જુદા જુદા દિવસે શહેરની સર ટી. હોસ્પિટલનાં ગેટ પાસે બેસી દર્દીઓ અને તેના સગા સંબંધીઓને પડતી અગવડતા અને મુશ્કેલીઓ સાંભળી હતી.લોકોએ પુષ્કળ પ્રમાણમાં ફરિયાદો કરી હતી.
એક મહિના સુધી દર્દીઓ અને તેના સગા સંબંધીઓએ ઠાલવેલી વ્યથાને તા. ૨૭ નવેમ્બરને બુધવારે સાંજે શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસની આગેવાનીમાં હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી. દર્દીઓ અને તેના સગા સંબંધીઓએ ઢગલા મોઢે ફરિયાદો કરી હતી. પરંતુ તેમાં ઉલ્લેખનીય પીવાના પાણીની અગવડતા, શૌચાલયમાં પણ ગંદકી ઉપરાંત પાણી આવતું નથી, આંતરિક બિસ્માર રોડ, સ્ટ્રેચર અને વહીલ ચેરની અછત સાથે ખખડધજ હાલતમાં છે. તેમજ ઘણી દવાઓ દવાખાનામાંથી મળતી નથી અને બહારથી વેચાતી લેવાનું હોસ્પિટલમાંથી જ કહેવામાં આવે છે. સીટી સ્કેન, એમ.આર.આઈ અને ડાયાલિસિસમાં બબ્બે, ત્રણ ત્રણ દિવસે વારો આવે છે.
તદઉપરાંત વિકલાંગ સર્ટિફિકેટ માટે પણ અસંતોષ જોવા મળે છે. સિક્યુરિટીની અછત સાથે તેમના પગાર પણ અનિયમિત છે. હોસ્પિટલમાં દારૂ જેવી પ્રતિબંધિત વસ્તુઓ હોય છે અને સ્ટાફમાં પણ નશો કરેલા વ્યક્તિઓ હોવાની વિગત કોંગ્રેસ પાસે આવી હતી. જે તમામ ફરિયાદો રજૂ કરી સત્વરે હલ લાવવા માટે માંગ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં તુલસી હોટલ પાસે સીટી બી ડિવિઝન દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી
November 28, 2024 06:08 PMભારતીય નૌકાદળે K-4 3,500 કિમીની રેન્જ સાથે પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું
November 28, 2024 06:02 PMએક સર્વે થવો જોઈએ, ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરો, અજમેર દરગાહ મુદ્દે બાબા બાગેશ્વરનું નિવેદન
November 28, 2024 05:50 PMહાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, બાંગ્લાદેશ સરકારેને આપ્યો ઠપકો
November 28, 2024 05:23 PMહું મોદી સરકારની સાથે છું, બાંગ્લાદેશીમાં હિંદુઓ પર થતા અત્યાચાર મામલે મમતા બેનર્જીની પ્રતિક્રિયા
November 28, 2024 05:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech