વિશ્વના અનેક દેશોમાં વસ્તીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઘણા દેશોમાં પ્રજનન દર પણ ઘટી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વિશ્વના ટોચના ધનિક ઈલોન મસ્કે ટિટ કરી ચિંતા વ્યકત કરી છે. તેમજ આ સમસ્યાઓનો સામનો કરી રહેલા દેશો આગામી સમયમાં વિશ્વના નકશામાંથી ગાયબ થઈ જવાની ભીતિ પણ વ્યકત કરી છે.ઈલોન મસ્કે ટિટ કયુ છે કે, સિંગાપોર (અને અન્ય ઘણાં દેશ) ગુમ થઈજવા તરફ છે. ઉલ્લેખનીય છે, સિંગાપોરમાં વધતી વરિોની સંખ્યા, ઘટતો શ્રમિક દરના કારણે ફેકટરીઓથી માંડી ફડ ડિસ્ટિ્રબ્યૂશન સેવાઓમાં રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. ૨૦૨૩ સુધી સિંગાપોરની ૨૫ ટકા વસ્તી ૬૫ વર્ષથી વધુ હશે. બીજી તરફ સિંગાપોરનો પ્રજનન દર ૦.૯૭ પર પહોંચ્યો છે. યારે ત્યાંની વસ્તીનું સંતુલન જાળવવા માટે ૨.૧નો પ્રજનન દર જરી છે.
વસ્તી ઘટતાં રોબોટ તરફ ડાયવર્ઝન
ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રોબોટિકસ અનુસાર, સિંગાપોરમાં પ્રત્યેક ૧૦ હજાર કર્મચારીઓ સામે રોબોટની સંખ્યા ૭૭૦ છે. જેના લીધે સિંગાપોરમાં દરેક જગ્યાએ રોબોકોપ, રોબો–કિલનર, રોબો–વેટર, અને રોબો–ડોગની સંખ્યા વધી છે. આ સાથે સિંગાપોર વિશ્વમાં સૌથી વધુ રોબોટનો ઉપયોગ કરતો ટોચનો બીજો દેશ બન્યો છે.
"
વિશ્વનો પ્રજનન દર ૫૦ ટકા ઘટો
એક સર્વે અનુસાર, છેલ્લા ૫૦ વર્ષમાં વિશ્વનો પ્રજનન દર ૫૦ ટકા ઘટો છે. ૧૯૭૦ના દાયાકા સુધી દક્ષિણ કોરિયા, જાપાન અને ચીન જેવા દેશોમાં એક મહિલા સરેરાશ પાંચથી વધુ બાળકોને જન્મ આપતી હતી. પરંતુ હવે આ દેશોમાં એક મહિલા સરેરાશ એક બાળકને પણ જન્મ આપી રહી નથી. સિંગાપોર સરકારે કંપનીઓને ઘરડા લોકોને કામ આપવા અપીલ કરી છે. તેમજ રોબોટનો ઉપયોગ વધારવા પર પણ ફોકસ કરી રહી છે. પ્રજનન દર એટલે બાળકને જન્મ આપવાનો દર. જેમાં એક મહિલા દ્રારા કેટલા બાળકો પેદા થાય છે, તેનો આંકડો ધ્યાનમાં લઈ તેની સરેરાશ કાઢવામાં આવે છે.
દ. કોરિયામાં વધુ બાળકો પેદા કરનારને ઈનામ
દક્ષિણ કોરિયામાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા માટે રોકડ ઈનામ અપાઈ રહ્યા છે. સરકારી યોજના અનુસાર, ૨૦૨૨માં દક્ષિણ કોરિયામાં બાળકોને જન્મ આપવા બદલ મહિલાઓને ડિલિવરી પહેલાં થતા તમામ ખર્ચ પેટે ૧૮૫૦ ડોલર (. ૧૫૭૦૦૦)નું રોકડ ઈનામ આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech