સોનાના ભાવમાં આક્રમક સો ચાંદીમાં પણ તોફાની તેજી આવી છે અને ૨૪ કલાકમાં ૮૬,૯૦૦ થી વધીને ૯૧,૧૩૭ પ્રતિ કિલો ના ભાવ એ પહોંચી છે. જ્યારે સોનાનો ભાવ પણ ૭૬ હજારની સપાટીને પાર કરીને ૭૬,૪૮૬ એ પહોંચ્યો છે. સોનાના ભાવમાં એક જ દિવસમાં ૯૦૦ રૂપિયાી વધુ નો ઉછાળો આવ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ એક દિવસમાં ૫,૦૦૦ નો ઉછાળો આવ્યો છે.
પ્રમ વખત ચાંદી ૯૦,૦૦૦ ની ઐતિહાસિક સપાટીને પાર કરીને ૯૧,૦૦૦ ને પહોંચી છે. સોના અને ચાંદી બંનેની ધાતુમાં વધતા ભાવના લીધે ઝવેરીઓ પણ ચોંકી ઉઠ્યા છે બંને ધાતુના ભાવમાં ગણતરીની મિનિટોમાં ભાવમાં પરિવર્તન આવી રહ્યું છે.
અમેરિકાની બેંકમાં વ્યાજદરમાં ઘટાડો ઉપરાંત દેશની બેંકો દ્વારા ઈ રહેલી ખરીદદારી પણ ભાવના વધારા પાછળ મહત્વપૂર્ણ કારણ હોવાનું તજજ્ઞ જણાવી રહ્યા છે. બુલિયનના વેપારીઓ જણાવી રહ્યા છે કે આગામી ટૂંકા ગાળામાં ચાંદીનો ભાવ છ૧,૦૦,૦૦૦ ની સપાટીએ પહોંચી જાય તો નવાઈ નહીં અગાઉ સોનાનો ભાવ ૧,૦૦,૦૦ સપાટીએ પહોંચવાની ધારણા તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
આજે ચાંદી ઓલ ટાઈમ હાઈ બતાવે છે જેમાં ચાંદીના ઉછાળા પાછળ ઝવેરીઓના જણાવ્યા મુજબ ઔદ્યોગિક ડિમાન્ડ વધી છે જેમાં ખાસ કરીને સોલાર પેનલ અને ઈલેકટ્રીક વાહનોમાં ચાંદી વધતા વપરાશને લઈને ડિમાન્ડ વધી છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવની સપાટી પણ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી છે અને આ સમયે ચાંદી સ્થિર હતું સામાન્ય રીતે જયારે સોનાના ભાવમાં વધારો થાય છે ત્યારે ૧૦ ટકા ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવતો હોય છે પરંતુ આ વખતે સોનાની ભાવની સાથે ચાંદીના ભાવમાં વધારો ન થયો હતો અને હવે વૈશ્ર્વિક માગ વધી છે. રોકાણકારો ચાંદીમાં રોકાણ કરતા થયા છે અને અમેરિકાની બેન્કો દ્વારા વ્યાજદરમાં ઘટાડો આ બધા કારણથી ચાંદીમાં જબરજસ્ત ઉચાળો આવ્યો છે.
આ વખતે અખાત્રીજે પણ વધેલા ભાવના લીધે માત્ર મુહૂર્ત જ સચવાયું હતું. એકંદરે અખાત્રીજ નો પાવન પર્વ પણ કોરોધાકોડ રહ્યો હતો હવે આગામી નવરાત્રી અને દિવાળી પર ઝવેરીઓની ધારણા છે પરંતુ તહેવારો દરમિયાન ભાવની સપાટી ક્યાં પહોંચે છે તેના પર ખરીદી રહેશે.
આ વર્ષે સોના અને ચાંદીમાં જબરદસ્ત વધારો નોંધાયો છે તો સોનાના ભાવમાં અત્યાર સુધીમાં ૧૦૦૦૦ી વધુ ની કિંમતમાં વધારો યો છે, પેલી જાન્યુઆરીએ સોનાનો ભાવ રૂ. ૬૩,૦૦૦ની આસપાસ હતો અને આજની તારીખે સોનાનો ભાવ રૂ. ૭૬૦૦૦ ને પાર ઈ ગયો છે જ્યારે ચાંદીમાં પણ ૯૦ હજારની સપાટીને પાર કરી ટૂંક સમયમાં હજુ આગેકૂચ જાળવી રાખે તેવું ઝવેરીઓની ધારણા છે.
રાજકોટની વાત કરીએ તો આજે ચાંદીનો ભાવ રૂ. ૯૧,૧૩૭ નોંધાઈ રહ્યો છે જ્યારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૭૬,૪૮૬ બોલાઈ રહ્યા છે. બંને ધાતુમાં જબરદસ્ત વધારો તા ફરી એક વખત માર્કેટમાં ખરીદીને બ્રેક લાગી ગઈ છે. જોકે રોકાણકારોનું બંને ધાતુમાં રોકાણ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech