શુભમન ગિલને ડેંગ્યુ ઓસી સામે રમી શકશે ?

  • October 06, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તે રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમશે કે નહિ તેની અટકળો ચાલી રહી છે. ટીમ મેનેજમેન્ટ શુક્રવારે કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટસમેન રમી શકશે કે નહિ તે અંગે નિર્ણય લેશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા સ્ટાર બેટસમેન બીમાર પડી ગયો હોવાથી આવી સ્થિતિમાં ભારતીય ટીમના ચાહકો નિરાશ થયા છે. હાલ બીસીસીઆઈની મેડિકલ ટીમ આ સ્ટાર બેટસમેનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વલ્ર્ડ કપ અભિયાનની શઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટસમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોટર્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટસમેને ગુવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી, ડેન્ગ્યુ સંબંધિત રીપોર્ટ કરવામાં આવ્યા, હાલ તેની સારવાર ચાલી રહી છે. શુક્રવારે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે શુભમન ગિલ કાંગા ટીમ સામે રમશે કે નહીં.


જો શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે રમી શકશે નહીં તો મોટો સવાલ એ છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કોણ ઓપનિંગ કરશે? આવી સ્થિતિમાં આ મહત્વપૂર્ણ મેચમાં ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. એક અન્ય દાવેદાર કેએલ રાહત્પલ પણ છે, કારણ કે એશિયા કપમાં પરત ફર્યા બાદ તે શાનદાર ફોર્મમાં છે.ગિલે આ વર્ષની શઆતમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તેના ખરાબ પ્રદર્શનને બાજુ પર રાખીને તેણે શાનદાર બેટિંગ કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩માં તે એક અલગ જ રંગમાં હતો. યાં તે આ સિઝનમાં સૌથી વધુ ૮૯૦ રન બનાવનાર ખેલાડી હતો. તેણે તાજેતરમાં એશિયા કપમાં પણ ૩૦૨ રન બનાવ્યા હતા. ગિલનો તેની છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં સ્કોર ૧૦૪, ૭૪, ૨૭, ૧૨૧, ૧૯, ૫૮ અને ૬૭ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application