અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા અને હમણાં સુધી રિસેપ્શન સહિતની સેરીમની ચાલતી હતી . આ રિસેપ્શન પછી લાગતું હતું કે અનંત અંબાણીના લગ્નના ફંકશન પૂરા થઈ ગયા પરંતુ આવું નથી. લગ્નના ફંકશન ફક્ત મુંબઈમાં પૂરા થયા છે હવે લંડનમાં રાધિકા અને અનંતના લગ્નનું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે.
અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ચૂક્યા છે. જોકે આ લગ્ન સમારોહ હજી પત્યો નથી. દુનિયાભરમાં અનંત અંબાણીના લગ્નની ચર્ચાઓ થવા લાગી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. સગાઈ માટે પણ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી માર્ચ મહિનાથી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંકશન શરૂ થયા હતા. જામનગરમાં લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન ત્રણ દિવસ ચાલ્યા અને ત્યાર પછી યુરોપમાં ચાર દિવસ સુધી ક્રુઝ પાર્ટી કરવામાં આવી. ત્યાર પછી 5 જુલાઈથી મુંબઈમાં કપલ માટેના લગ્નના ફંકશન શરુ થયા હતા. 12 જુલાઈ એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા. શનિવારે બંને માટે બ્લેસિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રવિવારે વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન થયું. હવે અંબાણી પરિવાર મુંબઈ પછી લંડન લગ્નની ઉજવણી કરવા જશે તેવી ખબર સામે આવી છે.
હવે અંબાણી પરિવાર તેના મિત્રો અને સંબંધીઓ માટે લંડનમાં એક સેલિબ્રેશન કરશે. અહીંનું સેલિબ્રેશન લાંબુ ચાલશે. અંબાણી પરિવાર એક અઠવાડિયાની અંદર જ લંડન જવા રવાના થઈ જશે. જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર જાણકારી સામે આવી નથી. આ ખબરની મર્ચન્ટ પરિવાર કે અંબાણી પરિવાર તરફથી પુષ્ટિ કરવામાં નથી આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનદીઓને જોડવાનો અટલ સંકલ્પ સાકાર થશે, મોદી કરશે ખજુરાહોમાં શિલાન્યાસ
December 25, 2024 11:13 AMગોંડલમાં યાર્ડમાં મરચાની આવક ૩૮૦૦ સુધીના ભાવ બોલાયા
December 25, 2024 11:12 AMરાજકોટના કુખ્યાત વ્યાજખોરે કરોડોની જમીન લખાવી લીધી
December 25, 2024 11:09 AMગોંડલની નાની બજારમાં દુકાનમાંથી ૬૧૮ નગં ચાઇનીઝ ફિરકીનો જથ્થો મળી આવ્યો
December 25, 2024 11:06 AMગોંડલ: ત્રિપલસવાર બાઈક સામે ગાય આવી ચડતા અકસ્માત, એકનું મોત
December 25, 2024 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech