રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસ.પી. હિમકરસિંહ દ્વારા દારૂ બંધીના કડક અમલીકરણ માટે જિલ્લામાં દારૂની બદી ડામવા ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા શખસો પર દરોડા પાડી દારૂના ગુના નોંધવાની આપેલ સુચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણ તથા વિંછીયા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા કુલ દારૂના 11 ગુનામાં રૂા.44.14 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
જે પકડાયેલ દારૂના જથ્થાનો કોર્ટની પરવાનગી મેળવી જસદણ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાવેલ કમીટીમાં જસદણમાં વીંછિયા રોડ પર આવેલ જુના પોલીસ સ્ટેશનની ખુલ્લી જગ્યામાં પકડાયેલ દારૂની તેમજ બીયરના ટીન મળી કુલ 17,661 બોટલ રૂા.44.14 લાખની કિંમતનો દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં જસદણ પોલીસે 8 ગુનામાં 15624 અને વીંછીયા પોલીસે ત્રણ ગુનામાં 2036 બોટલ પકડી પાડેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામનાથ મહાદેવ મંદિર ફરતે પાર્કિંગ માટે પોણો કરોડના ખર્ચે બનશે રિટેઇનિંગ વોલ
April 24, 2025 03:04 PMછત્તીસગઢના બીજાપુરમાં સેના સાથે અથડામણમાં પાંચ નક્સલીઓ ઠાર
April 24, 2025 03:03 PMખેતરની ફેન્સિંગના વીજશોકથી મૃત્યુના કેસમાં જમીન ભાગે રાખનારનો છૂટકારો
April 24, 2025 02:58 PMકલ્પના કરતાં પણ મોટી સજા અપાશે: પીએમ મોદી
April 24, 2025 02:55 PMઅમેરિકાએ પોતાના નાગરિકોને આપી ચેતવણી, જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ન કરવા આપી સલાહ
April 24, 2025 02:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech