રામનાથ મહાદેવ મંદિર ફરતે પાર્કિંગ માટે પોણો કરોડના ખર્ચે બનશે રિટેઇનિંગ વોલ

  • April 24, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પૌરાણિક સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ફરતે પાર્કિંગ માટે રિટેઇનિંગ વોલ બનાવવા જીએસટી સહિત કુલ રૂ.૮૪.૭૫ લાખના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું જેમાં ૮૦ રનિંગ મીટરમાં રિટેઇનિંગ વોલ બનાવવાની છે, આ કામે કુલ ચાર ટેન્ડર આવ્યા હતા જેમાં સૌથી ઓછા ૯ ટકા ડાઉન ભાવ પવન કન્સ્ટ્રકશન કંપનીએ ઓફર કરતા તેને રૂ.૭૭.૧૨ લાખમાં કામ આપવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મ્યુનિ. કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરાઇ છે.

મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે આ કામે કુલ ચાર ટેન્ડર આવ્યા હતા જેમાં પવન કન્સ્ટ્રકશન, ઇનોવેટિવ એન્ટરપ્રાઇઝ, બજરંગ કન્સ્ટ્રકશન અને એમ્પલ કન્સ્ટ્રકશનનો સમાવેશ થાય છે, આ ચારેયમાં એમ્પલ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર ડિસ્ક્વોલિફાઈ થયું હતું. અન્ય ત્રણ એજન્સીમાં બજરંગએ ૨૧.૨૧ ટકા ઓન, ઇનોવેટિવએ ૩.૯૯ ટકા ઓન ભાવ ઓફર કર્યા હતા જ્યારે પવનએ ૯ ટકા ડાઉન ભાવ ઓફર કર્યા હતા જે લોએસ્ટ છે. કાલે મળનારી સ્ટેન્ડિંગમાં કામ આપવા નિર્ણય થશે.

મ્યુનિ.એસ્ટીમેટ કરતા એજન્સીની ડાઉન ઓફર !

રાજકોટ મનપાના ઇજનેરોએ ટેન્ડર પ્રક્રિયામાં એસ્ટીમેટ રજૂ કરે તેનાથી ડાઉન ભાવે કોન્ટ્રાક્ટરો ઓફર રજૂ કરી રહ્યા છે. રાતોરાત કોઈ એવી સ્પર્ધા થઈ નથી કે આવું બને. મ્યુનિ.ઇજનેરોના એસ્ટીમેટ સામે સવાલો ઉઠી રહ્યા છે. ફક્ત આ એક જ દરખાસ્ત નહીં પરંતુ બાંધકામને લગતી અન્ય દરખાસ્તોમાં પણ આવું બની રહ્યું છે. શું અગાઉથી જ ઉંચું એસ્ટીમેટ આપીને ડાઉન ભાવ આવ્યા તેવું ચિત્ર રજૂ કરીને વાહવાહી લૂંટાઇ રહી છે કેમ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અલબત્ત ડાઉન ભાવથી કામ થાય ત્યારે કામની ગુણવત્તાની ચકાસણી થવી પણ ખૂબ જરૂરી બની જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application