એક બે નહી ગુજરાતના 160 બાળકોની માતા છે આયેશા ઝુલ્કા

  • July 15, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રીને એક સમયે મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર,હવે બે ગામડા દતક લીધા અને ત્યાના બાળકોનો ખર્ચ ઉઠાવે છે
બોલીલુડમાં 90ની દશકની એક ફેમસ અભિનેત્રી. આ અભિનેત્રી કે જે 160 બાળકોની માતા છે.તેને આજે પણ પોતાનું કોઈ સંતાન નથી, પરંતુ એક ગામના પાલન-પોષણની જવાબદારી લીધી છે. આવું પ્રશંસાપાત્ર કામ કરવાનો શ્રેય બોલીવુડની ફેમસ અભિનેત્રીને જાય છે, આ અભિનેત્રીનું બોલિવૂડમાં એક મોટું નામ છે. જે આજના સમયમાં આવા કામના કારણે છવાયેલી રહી છે. આ કોઈ બીજું નહીં પરંતુ 90ના દશકની સુપરહિટ હીરોઈન આયશા ઝુલ્કા છે. જેમણે અનેક મોટી ફિલ્મોમાં મોટા સુપરસ્ટારની સાથે કામ કર્યું છે.
શ્રીનગરની ખુબસુરત વાદિયોમાં ઉછરેલી આયશા ઝુલ્કા 52 વર્ષની થઈ ચૂકી છે. તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને પછી બોલીવુડમાં એન્ટ્રી મારી છે. તેમની પહેલી ફિલ્મ વર્ષ 1989માં આવેલી 'કૈસે કૈસે લોગ' હતી. આજના સમયમાં તેઓ મુંબઈના અંધેરી ત્રિપતિ એપાર્ટમેન્ટમાં રહે છે.
એક સમય હતો જ્યારે આયશા ઝુલ્કાનું નામ મોટા મોટા સ્ટાર્સની સાથે જોડાયું. આ લિસ્ટમાં આયશા ઝુલ્કા મિથુન ચક્રવર્તી, અક્ષય કુમાર, અરમાન કોહલી જેવી હસ્તીઓ સાથે છે. પરંતુ બોલીવુડમાં તેમણે સાચો પ્રેમ મળ્યો નહોતો. બસ પછી તેમણે આ બધું કામ છોડીને બિઝનેસમેન સમીર વશી સાથે લગ્ન કર્યા. વર્ષ 2003માં બન્ને જણાએ લગ્ન કર્યા હતા.
આયશા ઝુલ્કાના પિતા ઈંદ્ર કુમાર ઝુલ્કા એરફોર્સના વિંગ કમાન્ડરની દીકરી છે. આયશાની એક બહેન પણ છે જેનું નામ અપર્ણા ઝુલ્કા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજના સમયમાં તેઓ 82 કરોડથી વધુની સંપત્તિની માલકિન છે. જોકે આ આંકડાની પુષ્ટિ થઈ નથી. આયશાને 160 બાળકો કેવી રીતે છે? લગ્નના 31 વર્ષ બાદ પણ તેમણે પોતાનું કોઈ સંતાન નથી. પરંતુ તેઓ ગુજરાતના બે ગામડા ગોદ લીધા છે, જ્યાં તેઓ 160 બાળકોના ખાવી-પીવાથી લઈને અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે.
આયશા ઝુલ્કાએ આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. જ્યારે આયશાએ પતિને ગામ દત્તક લેવા વિશે જણાવ્યું ત્યારે સમીરે પણ સપોર્ટ કર્યો. આજના સમયમાં બે ગામના 160 બાળકોની દેખરેખની જવાબદારી તેમણે લીધી છે.
પોતાનું સંતાન ના હોવાના કારણે પણ આયશાએ રિએક્ટ કર્યું હતું. અભિનેત્રીનું કહેવું છે કે બાળકો ના કરવાનો નિર્ણય તેમનો (પતિ)નો છે. હું અને મારો પતિનો આ નિર્ણય છે. તે મદરહુડને આ 160 બાળકોની સાથે પુરો કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application