શ્રદ્ધા કપૂરે આખરે રાહુલ મોદી સાથેના ઈશ્કનો કર્યો ઈઝહાર
શ્રદ્ધા કપૂરે આખરે રાહુલ મોદી સાથેના પ્રેમ નો ઈઝહાર જાહેરમાં કરી લીધો છે. શ્રદ્ધા કપૂરે 'તુ જૂઠી મેં મક્કર'ના લેખક રાહુલ મોદી સાથે દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો . શ્રદ્ધાએ રાહુલ સાથેની પોતાની તસવીર શેર કરીને કેટલીક રોમેન્ટિક લાઈન્સ શેર કરી છે.શ્રદ્ધા કપૂરે આખરે રાહુલ મોદી સાથેના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે. ઘણા સમયથી એવા સમાચાર હતા કે શ્રદ્ધા કપૂર 'તુ જૂઠી મેં મક્કર'ના લેખક રાહુલ મોદીને ડેટ કરી રહી છે. જો કે અત્યાર સુધી બંનેમાંથી કોઈએ આ વિશે ખુલીને કશું કહ્યું ન હતું, પરંતુ હવે શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. જોકે, શ્રદ્ધાએ પોતાની લવ લાઈફને લગતું આ અપડેટ આપ્યું છે અને રાહુલ મોદી વિશે ખુલાસો કર્યો છે.શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાહુલ મોદી સાથે પોતાની એક તસવીર શેર કરી છે. પોતાના સંબંધો વિશે અત્યાર સુધી મૌન રહેલી શ્રદ્ધાએ આ તસવીર સાથે કેટલીક એવી વાતો કહી છે, જે તેણે પહેલા ક્યારેય લખી નથી. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ પર ફની કેપ્શન સાથે લખ્યું છે - મારું દિલ રાખો... ઊંઘ પાછી આપો . આ સાથે તેણે હાર્ટ ઇમોજી પોસ્ટ કરીને રાહુલ મોદીને પણ ટેગ કર્યા છે.
અંબાણી ફેમિલી ફંક્શનમાં રાહુલ મોદી સાથે જોવા મળ્યા હતા
ઘણા સમયથી તેમના ડેટિંગના અહેવાલો હતા. હાલમાં જ અંબાણી ફેમિલી ફંક્શનમાં શ્રધ્ધા કપૂર પણ રાહુલ મોદી સાથે જોવા મળી હતી, પરંતુ અભિનેત્રીએ ક્યારેય તેના વિશે ખુલીને કશું કહ્યું નહોતું અને ન તો તેણે કોઈ પોસ્ટ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેણે જાહેરમાં આવું કંઈક પોસ્ટ કર્યું છે.ગળામાં આર લખેલા પેન્ડન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
થોડા મહિના પહેલા, માર્ચમાં શ્રદ્ધાએ કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેના ગળામાં લટકતું 'આર' લખેલું પેન્ડન્ટ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આ પોસ્ટ કરતાની સાથે જ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું અને રાહુલ મોદી વિશે પણ સવાલો પૂછવા લાગ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech