કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર રેપ હત્યાની ઘટના હજી સમી નથી ત્યાં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 19 વર્ષની નર્સિંગ સ્ટુડન્ટ પર એક ઓટો ડ્રાઈવરે રેપ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. રેપ બાદ બેહોશીની હાલતમાં નર્સિંગ સ્ટુડન્ટને છોડીને ભાગી ગયો. આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ નર્સિંગ સ્ટાફે મોડી રાત્રે રત્નાગીરીમાં જોરશોરથી પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર માહિતી અનુસાર, નર્સિંગની ડ્યુટી પુરી કરીને પીડિતા ઓટો થકી તેના ઘરે જઈ રહી હતી. આરોપ છે કે, ડ્રાઈવરે તેને પાણી આપવાના બહાને નશીલું પાણી પીવડાવ્યું હતું. આ પાણી પીતા તે બેભાન થઈ હતી. જે બાદ ઓટો ડ્રાઈવરે એક નિર્જન જગ્યાએ ઓટો રોકીને તેની સાથે રેપ કર્યો.
ઓટો ડ્રાઈવર પર બળાત્કારનો આરોપ મૂકનાર યુવતી બેભાન અવસ્થામાં મળી આવી હતી. પીડિત યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નર્સિંગ સ્ટુડન્ટ પર બળાત્કાર થયાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસ હજુ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટનાના વિરોધમાં જિલ્લા હોસ્પિટલની નર્સોએ હડતાળની જાહેરાત કરી છે.
પોલીસે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પોલીસ આ કેસમાં મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઉપરાંત પોલીસ ફિઝિકલી પુરાવા એકત્ર કરી રહી છે. પીડિતાએ આપેલી માહિતીના આધારે કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ મામલો સામે આવ્યા બાદ જિલ્લાના તમામ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસની દેઓલે દેહરાદૂનમાં 'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ કર્યું
April 29, 2025 12:52 PMરેડ 2' રિલીઝ થાય તે પહેલાં સેન્સર બોર્ડની કાતર ફરી
April 29, 2025 12:51 PMફેમિલી મેન 3 ફેમ અભિનેતા રોહિત બાસફોરનું અવસાન
April 29, 2025 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech