દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. તેણે તેની ધરપકડ અને રિમાન્ડને કોર્ટમાં પડકાર્યો હતો. તેમજ 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી. જેના પર દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઈડીએ ગુરુવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.
સીએમ કેજરીવાલે શનિવારે ED દ્વારા તેમની ધરપકડ અને 22 માર્ચ, 2024 ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલ રિમાન્ડ ઓર્ડરને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમના વકીલે ચીફ જસ્ટિસ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.
સીએમ 28 માર્ચ સુધી EDના રિમાન્ડ પર
ઈડીએ ગુરુવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, તેને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા હતા. હવે સીએમ કેજરીવાલ 28 માર્ચ સુધી ED રિમાન્ડમાં રહેશે. સુનાવણીમાં એડિશનલ સોલિસિટર જનરલ ઇડી વતી હાજર થયા હતા જ્યારે કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા.
કેજરીવાલને 28 માર્ચે બપોરે 2 વાગ્યે ફરીથી હાજર થવાનો નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું કે સમગ્ર પૂછપરછની કાર્યવાહી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ -૨૦૨૫ અંતર્ગત યોજાયેલ પેનલ ડિસ્કશનમાં જામનગરની વિદ્યાર્થીનીની પસંદગી
January 17, 2025 06:14 PMજામનગરમાં હાપા જલારામાં મંદિર ખાતે 111 પ્રકાર રોટલાના અન્નકૂટ દર્શન યોજાયા
January 17, 2025 06:10 PMજામનગર: રાસાયણિક ખાતરના ભાવમાં વધારા મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયાની પ્રતિક્રિયા
January 17, 2025 06:02 PMH-1B વિઝામાં મોટો સુધારો, જાણો ભારતીયોને કેટલો ફાયદો થશે
January 17, 2025 05:54 PMમાસિક ધર્મ દરમિયાન મહાકુંભમાં સ્ત્રી નાગા સાધુઓ કેવી રીતે ગંગા સ્નાન કરે છે, જાણો તેના નિયમો
January 17, 2025 05:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech