સિનેમા જગતમાં સ્ટાર કિડ્સ અને નેપોટિઝમની ચર્ચા હંમેશા ગરમાયેલી રહે છે. બોલિવૂડના મોટા ફિલ્મ બેકગ્રાઉન્ડમાંથી આવવા છતાં પણ ઘણા સ્ટાર કિડ્સે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડે છે. આવું જ એક નામ છે અભિનેતા સંજય કપૂરની લાડકી પુત્રી શનાયા કપૂરનું. બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કર્યા બાદ, હવે શનાયાના કરિયરને સાઉથ સિનેમામાંથી મોટો બૂસ્ટ મળવા જઈ રહ્યો છે. અહેવાલો મુજબ, શનાયાના હાથમાં સાઉથની એક ખૂબ જ મોટી ફિલ્મ લાગી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથના ઉભરતા સ્ટાર અને સુપરહિટ ફિલ્મ 'હનુમાન' ફેમ એક્ટર તેજા સજ્જા ની આગામી ફિલ્મ 'ઝોમ્બી રેડ્ડી ૨' માં શનાયા કપૂરની મુખ્ય અભિનેત્રી તરીકે એન્ટ્રી થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૧ માં આવેલી સાઉથની લોકપ્રિય હોરર-કોમેડી ફિલ્મ 'ઝોમ્બી રેડ્ડી' ની આ સિક્વલ છે, જેને મોટા પાયે બનાવવામાં આવી રહી છે. શનાયા આ ફિલ્મમાં સાઉથના કલ્ચરમાં ઢળેલી એક ખાસ ભૂમિકામાં જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજના સમયમાં બોલિવૂડની ઘણી ટોચની અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોની સાથે-સાથે સાઉથ સિનેમાને વધુ મહત્વ આપી રહી છે. શનાયા કપૂર પણ હવે તેની કઝિન સિસ્ટર જ્હાનવી કપૂર ના રસ્તે ચાલી નીકળી છે. જ્હાનવી કપૂરે સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે ફિલ્મ 'દેવરા' અને રામ ચરણ સાથે 'પેડ્ડી' જેવી મોટી સાઉથ ફિલ્મો સાઈન કરીને ભારે ચર્ચા જગાવી છે. હવે જ્હાનવી બાદ શનાયા પણ સાઉથના દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે.
હાલના સમયમાં બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મો અવનવા પ્રયોગો અને પૅન-ઇન્ડિયા અપીલના કારણે વધુ સફળ થઈ રહી છે. શનાયા કપૂર માટે તેજા સજ્જા જેવા લોકપ્રિય સાઉથ સ્ટાર સાથે કામ કરવું એ તેના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. સાઉથના ડિરેક્ટર્સ જે રીતે હિન્દી હિરોઈનોને પડદા પર રજૂ કરે છે, તે જોતાં શનાયાને આ ફિલ્મથી દેશભરમાં એક નવી ઓળખ મળી શકે છે. ફેન્સ પણ હવે શનાયા અને તેજા સજ્જાની આ નવી જોડીને પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application