પંજાબ–હરિયાણાની શંભુ બોર્ડર ખુલશે કે નહીં? આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

  • August 21, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંજાબ–હરિયાણા બોર્ડર પર શંભુ બોર્ડર ખોલવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. કોર્ટ આજે ખેડૂતો સાથે વાતચીત માટે વાટાઘાટકારોના નામ નક્કી કરી શકે છે. છેલ્લી વખત યારે ૧૨ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે કોર્ટે કહ્યું હતું કે અંબાલા અને પટિયાલાના એસએસપીએ મળીને વાત કરવી જોઈએ કે જરિયાતમદં લોકો માટે કેટલાક રસ્તાઓ ખોલી શકાય.
કિસાન મજદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય)ના બેનર હેઠળ ૨૫૦ ખેડૂત સંગઠનો દ્રારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શંભુ બોર્ડર ૧૩ ફેબ્રુઆરીથી બધં છે, જે દિવસે પંજાબના ઘણા ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરવાનું શ કયુ હતું. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને, હરિયાણા સરકારે તેમને રોકવા માટે અંબાલા–નવી દિલ્હી નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવ્યા. આ રીતે સુરક્ષા દળોએ ખેડૂતોને ત્યાં રોકયા લગભગ સાત મહિનાથી ત્યાં ઊભા છે.
શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગ એમએસપી સંબંધિત છે. એમએસપીએ કિંમત છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી કૃષિ પેદાશો ખરીદવાનું વચન આપે છે. દેશમાં ૨૨ પાકો માટે એમએસપી છે, મુખ્યત્વે અનાજ, કઠોળ અને તેલીબિયાં, ડાંગર વગેરે. આ ઉપરાંત ખેડૂતોની કેટલીક મુખ્ય માંગણીઓમાં ખેડૂતો અને મજૂરોની લોન માફ કરવી, જમીન સંપાદન કાયદો ૨૦૧૩ લાગુ કરવો, લખીમપુર હિંસાના આરોપીઓને સજા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શનની વ્યવસ્થા, દિલ્હીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન જીવ ગુમાવનારાઓને પેન્શન તેમજ પરિવારના એક સભ્યને નોકરી સહિતની માંગનો સમાવેશ થાય છે.
શંભુ બોર્ડર પંજાબના પટિયાલા જિલ્લામાં આવે છે. તેની સરહદો હરિયાણાના અંબાલા સાથે છે. શંભુ બોર્ડર દિલ્હીથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર છે. ખેડૂતોને અહીં પહોંચવામાં વધુ સમય લાગશે નહીં, તેથી તેમને સરહદ પર બેરિકેડિંગ કરીને ત્યાં રોકવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News