શાહિદ કપૂરની આગામી ફિલ્મ દેવાની રિલીઝ પહેલા મેકર્સે તેનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આમાં અભિનેતાનો ડેશિંગ અવતાર જોવા મળ્યો છે.બોલિવૂડનો ચોકલેટ બોય એટલે કે શાહિદ કપૂર બહુ જ જલ્દી સ્ક્રીન પર ધમાલ મચાવશે. તેની એક્શન અને સસ્પેન્સથી ભરેલી ફિલ્મ 'દેવા' આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. શાહિદ કપૂરની આગામી ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં અભિનેતાનો ડેશિંગ અવતાર જોવા મળ્યો છે.
શાહિદ કપૂર 'દેવા'ના પોસ્ટરમાં અદભૂત અવતારમાં જોવા મળે છે, તેણે સફેદ શર્ટ, ખુલ્લા બટનો, ગળામાં ચેન અને હોઠમાં સિગારેટ છે. મોશન પોસ્ટરમાં સિગારેટમાંથી નીકળતો ધુમાડો તેના લુકને વધુ પ્રભાવશાળી બનાવી રહ્યો છે. પોસ્ટરમાં શાહિદની પાછળ અમિતાભ બચ્ચનનો લુક છપાયેલો છે જે તેની ફિલ્મ 'દીવાર'માં જોવા મળ્યો હતો.
'દેવા'ના પોસ્ટરમાં અમિતાભ બચ્ચનનો 'દીવાર' લુક દેખાઈ રહ્યો છે જેમાં તેઓ સિગારેટ પીતા જોવા મળે છે. હવે સવાલ એ છે કે શું મેકર્સે એવો સંકેત આપ્યો છે કે શાહિદનો રોલ 1975માં આવેલી ફિલ્મ 'દીવાર'ના પાત્ર જેવો હોઈ શકે છે, જો આમ થશે તો શાહિદ કપૂર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દેશે તે વાત કન્ફર્મ છે.જો કે લાંબા સમય બાદ શાહિદ કમાલ બતાવવા આવી રહ્યો છે ત્યારે લોકોની ઉત્કંઠા આસમાને હોય તે સ્વાભાવિક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech