બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પહેલીવાર દેશના અબજોપતિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગના બાદશાહ શાહરૂખ ખાનને 7300 કરોડની સંપત્તિ સાથે પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં સામેલ કરવામાં આવ્યો છે. કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની ભાગીદારીને કારણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન, જુહી ચાવલા અને ફેમિલી, કરણ જોહર અને રિતિક રોશન પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે.
શાહરૂખ ખાનની સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે
હુરુન ઈન્ડિયાના મતે, વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માતા ઉદ્યોગમાંથી આ વખતે જે લોકો અમીરોની યાદીમાં સામેલ થયા છે, તેઓ માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ પોતાના પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક 58 વર્ષીય શાહરૂખ ખાન પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે અને તેમની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે. તેમના પ્રોડક્શન હાઉસે ઘણી મોટી અને સફળ ફિલ્મો બનાવી છે. હુરુન ઈન્ડિયાએ કહ્યું કે, IPL ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને કારણે શાહરૂખ ખાનની સંપત્તિમાં પણ વધારો થયો છે, જે એક સફળ ફ્રેન્ચાઈઝી છે.
7 લોકોએ મનોરંજન ઉદ્યોગમાં 40,500 કરોડ રૂપિયા ઉમેર્યા
હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે કહ્યું કે, ક્રિકેટ અને ફિલ્મો ભારતના હૃદયની ધબકારા છે. આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં હોલ્ડિંગ વેલ્યુને કારણે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જુનૈદે કહ્યું કે, મનોરંજન ઉદ્યોગના સાત લોકોએ, જેમને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમણે એક વર્ષમાં 40,500 કરોડ રૂપિયાની સંપત્તિ
ઉમેરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech