BREAKING NEWS

લદ્દાખમાં હિમસ્ખલનથી સાતનાં મોત: શ્રીનગર–લેહ હાઇવે બંધ

  • March 28, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અનેક વાહનો ફસાયા: હિમસ્ખલનમાં માર્યા ગયેલા લોકોમાં એક બાળક, એક મહિલા અને એક સ્થાનિક રહેવાસીનો સમાવેશ
લદ્દાખમાં ઝોજિલા પાસ પર ઝીરો પોઈન્ટ નજીક એક વિશાળ હિમસ્ખલન થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમસ્ખલનમાં મુસાફરો સહિત અનેક વાહનો બરફ અને કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમાં સાત લોકો માર્યા ગયા હતા.
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક વરિ અધિકારીએ પુષ્ટ્રિ આપી હતી કે ઝોજિલા પાસ પર થયેલા વિશાળ હિમસ્ખલનમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હિમસ્ખલનમાં માર્યા ગયેલા લોકોમાં એક બાળક, એક મહિલા અને લદ્દાખના એક સ્થાનિક રહેવાસીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે શુક્રવારે રાત્રે ૮:૧૩ વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં, તેમણે ઝોજિલા પાસ પર મૃત્યુ પામેલા સાત લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરી. તેમણે કહ્યું, ઝોજીલા પાસ પર હિમપ્રપાતમાં સાત લોકોના મોત અને પાંચ અન્ય લોકોના ઘાયલ થવાના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું છે. મારી સંવેદનાઓ મૃતકો અને ઘાયલોના પરિવારો સાથે છે. બધા ઘાયલોને જરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમપ્રપાતને કારણે લેહ–શ્રીનગર હાઇવે સંપૂર્ણપણે બધં થઈ ગયો છે. ત્રણથી ચાર વાહનો બરફ નીચે દટાઈ ગયા હતા, જેના કારણે રસ્તા પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. આ ૪૩૪ કિલોમીટર લાંબો હાઇવે વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે. આ પછી, સંબંધિત વિભાગોના અધિકારીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે, તેમજ ભારે મશીનરીનો ઉપયોગ કરીને રસ્તા પરથી બરફ સાફ કરી રહ્યા છે, જેથી અન્ય ફસાયેલા વાહનોની અવરજવર ખોરવાઈ ન જાય અને ટ્રાફિક પુન:સ્થાપિત થઈ શકે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application