નસગ કાઉન્સિલના ચોકસસ સેટિંગ બાજો અને સરકારી નસગ કોલેજના શિક્ષણ માફિયાઓની સીધી ગોઠવણથી ખાનગી નસગ કોલેજમાં ગોઠવણ કરી કાળી કમાણી કરવામાં આવી રહી છે અને હજારો નસગના વિધાર્થીઓ થકી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઉપર જોખમ સર્જાવાની ભીતિ સેવાય રહી છે.
આ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી સરકારી નસિગ કોલેજના પ્રિન્સિપાલ માત્ર રબ્બર સ્ટેમ્પ સ્ટેપની જેમ કામ કરી રહ્યા છે અને કોલેજનો વહીવટ અન્ય લોકો જ ચલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને નિવૃત કર્મચારીને નિવૃત્તિ પછી પણ હજુ એ કોલેજના વહીવટમાં એટલો જ રસ દાખવી નિયમિત ઉઠક બેઠક કરી રહ્યા છે. આ નિવૃત કર્મચારી જયારે કોલેજમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ કોલેજનું સામ્રાય એક બે સાથીદારોના ગઠ બંધનથી ચલાવતા હતા જેમાં આ વયોવૃદ્ધ નિવૃત કર્મીએ પ્રાઇવેટ કોલેજના ઇન્સ્પેકશનમાં કોને મોકલવા, ડેપ્યુટેશન દરમિયાન ટયુટરમાં કોને લેવા અને કોને નહીં, બદલીઓ સહિતના સેટિંગમાં તેમની ફાવટ સારી હતી અને હજુએ નિવૃત્તિ પછીએ ચિ પૂર્વક પ્રવુતિ ચાલુ રાખવામાં આવી છે. સરકાર હજુ નિવૃત્તિની વય મર્યાદા ૫૮થી વધારી ૬૦ કરવાનું વિચારી રહી છે પરંતુ આ કર્મચારીએ તો અમલવારી કરી દીધી હોઈ તેમ કોલેજમાં રોજ જોવા મળે છે. રાજકોટની નસગ કોલેજમાં આવા ચકારાણા જેવા કર્મચારીઓની અને કાઉન્સિલમાં વાલા દવલા માફિયાઓના કારણે નસગ વિભાગમાં સેટિંગનો સડો પેસી ગયો છે, જેની ઉપર સરકારએ હવે પેસ્ટ કન્ટ્રોલની કાર્યવાહી કરી દૂર કરવાની તાતી જરિયાત છે. અન્યથા નસગ શિક્ષણમાં પણ અંદર ગ્રાઉન્ડ થતા મોટા સ્કેમ હવે બહાર આવવાની પુરી શકયતા નકારી શકાતી નથી જેના કારણે સરકારને પણ નીચું જોણા જેવું થઇ શકે છે
લેકચરમાં કોણ કયાં હોય છે, સરપ્રાઈઝ ચેકિંગ જરૂરી
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આવેલી સરકારી નસગ કોલેજમાં શું ચાલે છે ? એ જોવાની જો રાયના આરોગ્ય વિભાગના તબીબી શિક્ષણ ના અધિકારીઓને ફુરસત મળે અને (કાઉન્સિલની જાણ બહાર) સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવે તો કોલેજમાં કેટલા અને શું કાંડ ચાલે છે એ બહાર આવવાની સાથે સાથે નસગ વિધાર્થીઓને કેવી વ્યવસ્થા સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એ જોવા મળી શકે છે જે જોતા જ કદાચ તબીબી શિક્ષણ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠે તો નવાઈ નહીં કારણ કે, ચોક્કસ લેકચરર તો લેકચર લેવાને બદલે કાઉન્સિલની ગોઠવણમાં જ બહાર ફરતા જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખી અન્ય કેટલાક ટયુટર પણ ચાલુ ફરજે બહાર હરતા ફરતા જોવા મળે છે. ત્યારે એયુકેશન સિસ્ટમ કોઈ પણ હોય તેને સુધરાવી હોઈ તો સરકારે કડક પગલાં લેવા જરી બન્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech